• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • If The Rent Of The Rented Flats Is Not Vacated By Violating The Condition Of The Housing Board, Then The System Is Running With The Application Of Sacrificing.

તપાસ:હાઉસિંગ બોર્ડની શરત ભંગ કરી ભાડે આપેલા ફ્લેટો ખાલી કરાવો નહીં તો પડતું મૂકી બલિદાન આપવાની અરજીથી તંત્ર દોડતું થયું

મહેસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદથી જાગીર વ્યવસ્થાપક દોડી આવી ભાડે આપેલાને ખાલી કરાવવા નોટિસ આપી

મહેસાણાના સોમનાથ રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા સાત મંજીલમાં સાત વિંગમાં બનાવેલા 504 જેટલા ફ્લેટ પૈકી કેટલાક ફ્લેટના માલિકે શરત ભંગ કરીને ફ્લેટ ભાડે આપેલા હોઇ આવા ફ્લેટ ખાલી કરાવવા વારંવાર રજૂઆતો છતાં ભાડુઆત ફ્લેટો ખાલી ન થતા તા. 10 જૂન બપોરે 12.39 વાગ્યે સાતમા માળના ધાબેથી પકડીને બલીદાન આપીશ. આવું બલીદાન ન આપવું તે અને ભાડુઆતોને ફ્લેટો ખાલી જાય તેવી એક લેખિત અરજ અમદાવાદ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં મળતા તંત્ર અગમચેતીમાં દોડતુ થઇને તપાસમાં લાગ્યુ હતુ.

જેમાં ગુજરાત હાઉસીગના જાગીર વ્યવસ્થાપક અધિકારી બપોરે મહેસાણા સોમનાથ રોડ ફ્લેટ સંકુલમાં દોડી આવ્યા હતા અને ભાડે ફ્લેટ આપેલા હોય તેવા માલિકોને શરતભંગમાં ખાલી કરાવી કબજો મેળવી લેવો નહી તો ફાળવણી રદ કરવાની કાર્યવાહી કરાશે તેવી નોટીસ ફટકારી હતી.

આ દરમ્યાન હાઉસિંગ બોર્ડના અધિકારીએ આ લેખિત અરજ અંગે પોલીસને જાણ કરતાં એ ડિવિઝનના પી.એસ.આઇ સહિતની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી અને અરજીમાં દર્શાવેલ અરજદારના ફ્લેટ નંબર સહિત સંકુલમાં અરજકર્તા નામને લઇને તપાસ પૃચ્છા કરી હતી. જોકે આ માણસના માલિકોનો કોઇ ફ્લેટ ન હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જણાયું હતું.

પંડીત દિન દયાળનગર(ફ્લેટ)ના સરનામા સાથે રામભાઇ પ્રહલાદભાઇ પટેલ નામથી અમદાવાદ નારણપુરા ગુજરાત હાઉસીગ બોર્ડના એક્ઝિક્યુટીવ એન્જિનયર સુધી લેખિત અરજ પહોંચી હતી. જેમાં સિધ્ધાર્થ સ્કૂલ સામની વસાહતના ફ્લેટોના માલિકો દ્વારા કેટલાક સંચાલકોના મેળાપળામાં જે તે ફ્લેટ માલિકો દ્વારા લોન ભરપાઇ થઇ નથી.

અરજી નામના કોઇ જ શખ્સ ફ્લેટ લિસ્ટમાં જોવા મળ્યા નથી : એ ડિવિઝન પીએસઆઇ
પંડિત દિનદયાળ આવાસ એસોના પ્રમુખ ક્લપેશભાઇ રાઠોડે કહ્યું કે, અરજકર્તા અહીં કોઇ ફ્લેટ માલિક જણાયા નથી. એસોસિએશનના કોઇ સંચાલકે મેળાપણામાં ભાડે આપેલ નથી. બપોરે અધિકારી આવીને શરતભંગમાં જે ભાાડે આપેલા ફ્લેટ હોય તેવા માલિકોને ખાલી કરાવા નોટિસ આપી ગયા છે. 2017માં આ ફ્લેટ થયા છે. એમઆઇજી યોજનામાં 5 વર્ષ અને એલઆઇજી યોજનામાં 7 વર્ષની મુદ્દત સુધી અન્યને ફ્લેટ તબદીલ તથા ભાડે આપી શકાતા ન હોઇ શરતભંગ કરના માલિકોને ભાડે આપેલ મકાન ખાલી કરાવવા લેખિત આપ્યું હતું.એ ડિવિઝન પીએસઆઇ એજી ચૌહાણે કહ્યું કે, ફ્લેટોમાં પૂછપરછ કરી તો અરજી નામના કોઇ ફ્લેટ ધરાવતા નથી. લિસ્ટમાં રામભાઇ પટેલ નામના કોઇ ફ્લેટ માલિક નથી.

અન્ય સમાચારો પણ છે...