મુદ્દો ગરમાયો:સરકાર જ વર્ગોના કામ નક્કી કરશે તો જિ.પં.ની શિક્ષણ સમિતિનું શું કામ ?

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને કોરોના સામે મોતને ભેટેલી વ્યક્તિઓને શ્રધ્ધાજંલી આપી જિલ્લા પંચાયતની સામાન્ય સભા શરૂ કરાઇ હતી. - Divya Bhaskar
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને કોરોના સામે મોતને ભેટેલી વ્યક્તિઓને શ્રધ્ધાજંલી આપી જિલ્લા પંચાયતની સામાન્ય સભા શરૂ કરાઇ હતી.
  • જિ.પં.ની સામાન્ય સભાઃ 7 પ્રાથમિક શાળાના વર્ગોના અધૂરા કામને લઈ સદસ્યએ બળાપો કાઢ્યો

મહેસાણા જિલ્લા પંચાયત ખાતે બુધવારે મળેલી સામાન્ય સભાની શરૂઆત પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને કોરોના સામે મોતને ભેટેલી વ્યક્તિઓને શ્રધ્ધાજંલી આપી શરૂ કરાઇ હતી. 35 મિનિટની સભામાં પ્રાથમિક શાળાઓના વર્ગોના અધૂરા કામકાજનો મુદ્દો ગરમાયો હતો.જ્યાં કડાના સદસ્યએ કહ્યું કે સરકાર જ વર્ગોના કામ નક્કી કરશે તો શિક્ષણ સમિતિનું શુ કામ ? જિલ્લા પંચાયત પણ સરકાર જ ચલાવે તેમ કહી બળાપો કાઢ્યો હતો. ડીડીઓએમ.વાય.દક્ષિણી અને પ્રમુખ શિલાબેન પટેલના અધ્યક્ષ સ્થાને બુધવારે મળેલી સામાન્ય સભામાં પ્રાથમિક શાળાઓના વર્ગોના અધૂરા કામકાજનો મુદ્દો ગરમાયો હતો. કડા બેઠકના સદસ્ય મહેન્દ્રભાઈ પટેલે જિલ્લાની પ્રાથમિક શાળાઓના વર્ગોના અધૂરા કામકાજ અંગે સવાલ કર્યો હતો.

જેમાં બહુચરાજીના ડોડીવાડા, જોટાણાના દેગડી, મહેસાણાની શાળા નં.7, વડનગરના સુલતાનપુર તેમજ વિજાપુરના માઢી, હસનાપુર અને કૃષ્ણનગર (ડા) ગામની પ્રાથમિક શાળાના અધૂરા મુકેલા 47 જેટલા વર્ગોનું કામ પહેલા પુરૂ કરી પછી નવુ કામ શરૂ કરવા કહ્યું હતું. જો કે આ વર્ગોનું કામ કાજનું આયોજન ગાંધીનગર સ્થિત કચેરીથી થતું હોવાનો જવાબ મળતા તેઓ ભડકયા હતા. અને કહ્યું હતું કે, જો સરકાર જ વર્ગોના કામ નક્કી કરશે તો શિક્ષણ સમિતિનું શુ કામ છે. જિલ્લા પંચાયત પણ સરકાર જ ચલાવે. બીજીબાજુ ડીડીઓએ 15 માં નાણાંપંચના કામકાજને લઈ તમામ સદસ્યોને પોતાના વિસ્તારોના સદસ્ય દીઠ રૂ.10 લાખની મર્યાદામાં બાકી રહેતા કામો 5 થી 7 દિવસમાં રજૂ કરવા કહ્યું હતું. ઉપરાંત તમામ સદસ્યોએ બાકી રહેતા કામો આચારસંહિતા લાગે તે પહેલાં પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...