કોરોના કહેર:ભારત કોરોનાની રસી શોધશે તો એક વર્ષ ગરીબ બાળકોને મફત ભણાવીશ, લેખિત બાંહેધરી પત્ર આપ્યો

મહેસાણા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભારતીય વૈજ્ઞાનિકોનો ઉત્સાહ વધારવા શિક્ષકની પહેલ
  • જિલ્લા કલેકટર કચેરીએ લેખિત બાંહેધરી પત્ર આપ્યો

ભારત દેશના વૈજ્ઞાનિકો કોવિડ-19 વિરુદ્ધની રસી શોધવામાં સફળ થશે તેવો વિશ્વાસ ધરાવતા મહેસાણાની ખાનગી સ્કૂલના એક શિક્ષકે દેશના કોઇપણ વૈજ્ઞાનિક કોરોના રસી શોધવામાં સફળ થશે,તો ગુજરાતના કોઇપણ ખૂણે સરકારની જરૂરિયાત મુજબ,આદેશ મુજબ કોઇપણ શાળામાં એક વર્ષ સુધી ગરીબ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપીશ તેવી જિલ્લા કલેકટરને લેખિત બાંહેધરીપત્ર આપ્યો છે. મહેસાણા સાંઇક્રિષ્ણા હોસ્પિટલ પાછળ શ્યામવિહાર-2માં રહેતા શિક્ષક અલકેશકુમાર પટેલે કહ્યું કે,હાલ વિશ્વમાંથી કોવિડ-19નો મહામારીમાંથી સમગ્ર માનવજાતને હંમેશા મુક્ત કરવા ભારતના વૈજ્ઞાનિકો પણ પૂરી નિષ્ઠાથી સંશોધનકાર્યમાં લાગ્યા છે. શિક્ષક તરીકે લેખિત બાંહેધરી આપું છું કે, દેશના મહાન વૈજ્ઞાનિકો કોવિડ-19 વિરુદ્ધની રસી શોધી વિશ્વને ભેટ આપવામાં સફળ થશે તો ગુજરાતમાં સરકારની જરૂરિયાત,આદેશ મુજબ કોઇપણ શાળામાં એક વર્ષ સુધી ગરીબ બાળકોને મફત શિક્ષણ આપીશ. વૈજ્ઞાનિકો રસી શોધવામાં સો ટકા સફળ થશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...