મહેસાણા પોલીસની બેવડી નીતિ:કૉંગ્રેસે ધરણા યોજ્યા તો કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરી, ભાજપના ધરણામાં કોઈ કાર્યવાહી નહીં

મહેસાણા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષો સક્રીય બન્યા

મહેસાણા જિલ્લામાં ચૂંટણીના આગમન પહેલા રાજકીય પક્ષ સક્રીય થઈ ગયા છે. જ્યારે બીજી બાજુ તંત્રની બેવડી નીતિ પણ જોવા મળી રહી છે ત્યારે બે દિવસ અગાઉ કોંગ્રેસના ધરણા દરમિયાન પોલીસ કાર્યકરોની ટીંગાટોળી કરી હટાવ્યા હતા ત્યારે બીજી બાજુ ગઈ કાલે મહેસાણાના તોરણવાડી ચોક વિસ્તારમાં રાષ્ટ્રપતિ વિસે અપમાનજનક શબ્દો મામલે ભાજપે ધરણા યોજ્યા એ દરમિયાન તંત્રની કોઈ કામગીરી કરી ન હતી.

કોંગ્રેસના કાર્યકરોની ધરણા દરમિયાન અટકાયત
કેન્દ્ર સરકારના ઈશારે ઈડી દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ સોનિયા ગાંધીને પાયાવિહોણા અને ખોટી રીતે ઉભા કરેલા નેશનલ હેરાલ્ડ કેસમાં સમન્સ પાઠવાયાના આક્ષેપ સાથે મહેસાણામાં જિલ્લા કોંગ્રેસ ધારણા પ્રદર્શન કરતા પોલીસે 15 જેટલા કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી.

રાષ્ટ્રપતિ વિશે અપમાનજનક શબ્દો મામલે બીજેપીના ધારણા
લોકસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અધીર રંજન ચૌધરી દ્વારા દેશના પ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ માટે અશોભનીય શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેને લઇ મહેસાણા ભાજપના કાર્યકરોએ તોરણવાડી ચોક ખાતે ખુરશીઓ ઢાળી ધરણા યોજી વિરોધ નોંધાવ્યો હતો. જેમાં ભાજપના મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.

બે દિવસમાં બે પોગ્રામ દરમિયાન તંત્રની બેવડી નીતિ જોવા મળી
મહેસાણા શહેરમાં બુધવારે કોંગ્રેસના ધરણા દરમિયાન મહેસાણા એ ડિવિઝન પોલીસે કોંગ્રેસના 15 જેટલા કાર્યકરોને ટીંગાટોળી કરી અટકાયત કરી પોલીસ મથક લઇ આવી હતી. જ્યારે બીજી બાજુ ગઈકાલે ભાજપના ધરણા કાર્યક્રમ દરમિયાન પોલીસે કોઈ કાર્યવાહી કરી નહોતી.

અન્ય સમાચારો પણ છે...