કૃષિ વિભાગે મહેસાણા જિલ્લાની 1,72,902 હેક્ટર જમીનમાં શિયાળુ પાકોના વાવેતરનો અંદાજ મુક્યો હતો. તેની સામે વાવણી સિઝનના અંતે 1,85,605 હેક્ટરમાં વાવેતર થયું છે. વાવણી સિઝનની શરૂઆતમાં ઠંડી ન જામતાં ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. જોકે, મોડે મોડે ઠંડી જામતાં અને પિયતના પાણીની સગવડને લઇ આખરે સિઝનના અંદાજ કરતાં 7% વધુ વાવેતર થયું છે.
વાવણીની સિઝન પૂર્ણ થતાં હવે ખેડૂતો પાકોની માવજત સાથે સારો ઉતારો મળી રહે તેની રાહ જોઇ રહ્યા છે. પાક કાપણી સુધીમાં જો ઋતુ સાથ આપશે તો ઘઉં નું 2,26,649 મેટ્રીક ટન અને બટાટાનું 3,11,979 લાખ મેટ્રીક ટન ઉતારો મળવાનો અંદાજ છે. ઉપરાંત રાઇનું 47,820 મે.ટન, તમાકુનું 53,496 મે.ટન, વરિયાળીનું 5,104 મે.ટન, ચણાનું 1,410 મે.ટન, મકાઇનું 2,300 મે.ટન, લસણનું 847 મે.ટન, ડુંગળીનું 6199 મે.ટન, ઇસબગુલનું 18 મે.ટન અને ધાણાનું 93 મે.ટન ઉતારો મળી શકે છે.
મુખ્ય પાકોની વાવણી અને ઉતારાનો અંદાજ (હેક્ટરમાં)
પાક | વાવેતર |
ઘઉં | 66878 |
બટાટા | 10572 |
રાઇ | 24386 |
તમાકુ | 15739 |
વરીયાળી | 3192 |
ચણા | 736 |
મકાઇ | 210 |
લસણ | 121 |
ડુંગળી | 216 |
ઇસબગુલ | 27 |
ઉનાવા માર્કેટયાર્ડમાં કપાસના ભાવમાં રૂ 100 નો સુધારો જોવા મળ્યો
ઉનાવા માર્કેટયાર્ડમાં કપાસના ભાવમાં આજે સુધારો જોવા મળ્યો છે. કપાસના ભાવમાં 20 કિલોએ અંદાજીત રૂ 100નથી સુધારો જોવા મળ્યો હતો તેમજ 20 કિલોના ભાવ રૂ 1756 સુધીના છે. ઉનાવા માર્કેટયાર્ડ તમાકુ અને કપાસની આવક પણ શરૂ થવા પામી છે ઉનાવા માર્કેટયાર્ડમાં આજે પાંચ ગાડી કપાસની આવક થઇ હતી ભાવમાં રૂ 100 નો સુધારો જોવા મળ્યો હતો.
તેમજ કપાસના ભાવ રૂ 1601 થી 1756 સુધીના જૉવા મળ્યાં અને જેને લઈ પંથકના ખેડૂતો પોતાનો માલ લઈ ઉનાવા માર્કેટયાર્ડમાં આવી રહ્યાં છે. આજે 100 રૂપિયા બજાર સારુ છે. 1600 થી વધારે કોઈ બોલતું નહતું ત્યારે આજે રૂ 1601 થી 1756 સુધીના ભાવ જૉવા મળ્યાં હતા રૂ 100નો ભાવમાં ચમકારો આવ્યો છે હાલ પાંચ ગાડી આવક થઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.