• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • If BU Does Not Take Action For Permission, Hospital Will Be Responsible For Admitted Patients: CO, Format Changed Before Notice Is Issued

આદેશ:બીયુ પરમિશન માટે કાર્યવાહી નહીં કરો તો દાખલ દર્દીઓની જવાબદારી હોસ્પિટલની રહેશે : સીઓ, નોટિસ ઇસ્યુ કરતાં પહેલા ફોર્મેટ બદલ્યું

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ​​​​​​​હોસ્પિટલોને બીયુ પરવાનગી માટે નોટિસ અપાય તે પહેલાં જ મહેસાણા નગરપાલિકાએ બુધવારે ફેરવી તોળ્યું
  • ​​​​​​​118 જેટલી હોસ્પિટલોમાં નવા દર્દીઓ દાખલ કરવા નહીં અને હયાત દર્દીઓને અન્યત્ર ખસેડવા નોટિસ ઇશ્યુ કરવા મંગળવારે સીઓએ આદેશ કર્યા હતા

મહેસાણા શહેરમાં સિવિલ, લાયન્સ હોસ્પિટલ સહિત 118 જેટલી હોસ્પિટલો, બિલ્ડીગ બીયુ પરવાનગી માટે નગરપાલિકામાં કાર્યવાહી કરી ન હોઇ આ હોસ્પિટલોમાં નવા દર્દીઓ દાખલ કરવા નહીં અને હયાત દર્દીઓને અન્યત્ર શિફ્ટ કરવા નોટિસ ઇશ્યુ કરવાનો મંગળવારે ચીફ ઓફિસરે આદેશ કર્યાના અહેવાલ બાદ બુધવારે નોટિસ ઇશ્યુ થાય તે પહેલાં ડોક્ટર લોબી દોડતી થઇ હતી.

જેને પગલે પાલિકાએ તાબડતોબ ફોર્મેટમાંથી નવા દર્દીઓ દાખલ ન કરવા અને હયાતને અન્યત્ર શિફ્ટ કરવા અંગેની બે લાઇનની બાદબાકી કરીને તેની જગ્યાએ બી.યુ માટે કાર્યવાહી કરવામાં નહી આવે તો હોસ્પિટલોમાં દાખલ દર્દીઓ માટેની અંગત જવાબદારી હોસ્પિટલની રહેશે તેવુ દર્શાવતી નોટિસ તૈયાર કરીને બજાવવાની તજવીજ કરી હતી. હવે ડોક્ટરો બી.યુ પરવાનગી માટે પાલિકામાં ઇન્કવાયરી કરવા લાગ્યા છે.સુપ્રિમ કોર્ટના હુકમની અમલવારી કરવા પ્રાદેશિક કમિશ્નરના આદેશને પગલે ચીફ ઓફિસર અલ્પેશ પટેલ દ્વારા શહેરમાં બાંધકામ વપરાશ પ્રમાણપત્ર માટે અરજી ન કરતી 118 હોસ્પિટલોને બુધવારે નોટિસ ઇશ્યુ કરી દેવામાં આવી હતી.

જેમાં પરવાનગી વિરુધ્ધનું બાંધકામ દૂર કરીને બાંધકામ વપરાશ પ્રમાણપત્ર મેળવવા 10 દિવસમાં કાર્યવાહી કરવી. જો તેમ નહીં કરવામાં આવે તો ઇમારત સીલ કરી ગેરકાયદે બાંધકામ હોસ્પિટલકર્તાના ખર્ચે અને જોખમે દૂર કરવામાં આવશે. આ લેખિત નોટિસમાં બાંધકામ વપરાશ પ્રમાણપત્ર મેળવવાની કોઇ કાર્યવાહી કરવામાં નહી આવે તો હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટેની તેમની અંગત જવાબદારી રહેશે. ઇમ્પેક્ટ ફીમાં રેગ્યુલાઇઝ કરેલ હશે કે બીયુ મેળવેલ હશે તો નોટિસ રદ ગણાશે તેવી નોંધ સુચવાઇ છે.

ફાયરની જેમ હવે બધા તબીબો સાથે રહી બી.યુની પ્રોસેસ કરાવીશંુ : ર્ડા.મિહીર પટેલ
મહેસાણા પાલિકાના કોર્પોરેટર ર્ડા.મિહીર પટેલે કહ્યુ કે, હોસ્પિટલોમાં બધા ડોક્ટરોનું સંકલન કરીને ફાયર સેફ્ટી એનઓસીની પ્રક્રિયા મોટાભાગે પૂર્ણ કરાઇ છે. આવી રીતે હવે બી.યુ પરવાનગી માટે બધા ડોક્ટરો સાથે રહીને 10 દિવસમાં બી.યુ માટે પાલિકામાં સંકલનમાં રહી કાર્યવાહી કરાવીશું.

ઊઝામાં ફાયર સેફ્ટી NOC વગરની 8 શાળા કોલેજના વીજ, પાણી,ગટર જોડાણ કાપવા હુકમ
ગાંધીનગર રીજીયોનલ ફાયર ઓફીસર દ્વારા ઊંઝામાં ફાયર NOC મેળવેલ ન હોય એવી 5 સ્કtલ અને 3 કોલેજ મળી 8 શૈક્ષણિક સંસ્થાના વિજ ,પાણી અને ગટર કનેકશન કાપવાની કાર્યવાહીની વિડીયોગ્રાફી કરીને કચેરીને જાણ કરવા પાલિકાના ચીફ ઓફિસરને આદેશ કરાતાં શૈક્ષણિક સંસ્થાઓ એન.ઓ.સી માટે કવાયતમાં લાગી છે.

આ સંસ્થાઓ સામે કાર્યવાહી

  • જી.એ.લ પટેલ હાઇસ્કૂલ, ખજુરીપોળ
  • શેઠ વિ.એસ.લો કોલેજ, ગંજબજાર સામે
  • શ્રી નવજીવન કેળવણી મંડળ, ઝવેરી પરૂ
  • અંબાબેન શંકરલાલ બેચરદાસ પટેલ કોલેજ (ગંજબજાર સામે) ઊંઝા
  • શ્રી નવજીવન કેળવણી મંડળ, પુરુસોત્તમનગરની સામે
  • શ્રી સરસ્વતી શિક્ષણ મહાવિદ્યાલય, વણાગલા રોડ
  • બી.પી.બ્રહ્મભટ્ટ આર્ટસ્ અેન્ડ કોમર્સ કોલેજ, ગંજ બજાર
  • શેઠ શ્રિ એમ.આર.એસ હાઇસ્કૂલ, ગંજ બજાર સામે

બીયુ મળવાપાત્ર 19 હોસ્પિટલે અરજી જ કરી નથી
ચીફ ઓફિસર અલ્પેશભાઇ પટેલે કહ્યુ કે, હોસ્પિટલોને ધારાધોરણ મુજબ અરજી કરે તે માટે નિયત ફોર્મેટ મોકલીશુ. આ 118 હોસ્પિટલોની તપાસ દરમ્યાન 19 હોસ્પિટલને બાંધકામ વપરાશ પ્રમાણપત્ર મળવાપાત્ર હોવાનું ધ્યાને આવેલુ છે પરંતુ આ હોસ્પિટલ તરફથી અરજી જ આવી નથી, તેમને અરજીનું જણાવાશે.

બીયુ બાબતે પાલિકાની કવાયત ખોટી : ર્ડા.અનિલ પટેલ
આઇએમએ ઉપપ્રમુખ ર્ડા.અનિલ પટેલે કહ્યુ કે, માત્ર હોસ્પિટલો સામે જ બી.યુ પરવાનગી બાબતે પાલીકાની આવી કાર્યવાહી ખોટી છે. ફાયર એન.ઓ.સી બાબતે સખ્તાઇ બરોબર છે અને હોસ્પિટલોએ ફાયર સેફ્ટી કરી દીધી છે. ફરી વિચારણા થઇ શકે તેવુ સુચન છે.

અન્ય સમાચારો પણ છે...