યુવાને મોતને વ્હાલુ કર્યુ:" મારા મોત માટે હું પોતે જવાબદાર છુ" લખી ઊંઝામાં વિશ્રામ ગૃહમાં યુવાને આત્મહત્યા કરી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ગાઈ જીવન ટૂંકાવ્યું
  • પોલીસે ગુનો દાખલ કરી લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી

ઊંઝા શહેર ખાતેના ઉમિયા માતાજી વિશ્રામગૃહમાં વડગામના વતની અને હાલ અમદાવાદ ખાતે રહેતા એક યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ મોતને વહાલુ કર્યું હતું. બાદમાં સંસ્થાને આ મામલે જાણ થતાં ઊંઝા પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસ તપાસ દરમિયાન મરણ જનાર યુવકના ખિસ્સામાંથી ચિઠ્ઠી મળી આવી હતી. જે ચિઠ્ઠીમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો હતો કે " મારા મોત માટે હું પોતે જવાબદાર છુ" પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી વધુ તપાસ આદરી છે

ઊંઝા ખાતે આવેલા ઉમિયા માતાજી વિશ્રામ ગૃહમાં છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદના કૃષ્ણ નગરમાં રહેતા પંકજભાઈ દિનેશભાઇ પંચાલ ઉંમર 40 વર્ષ જેઓ મૂળ વડગામના રહેવાસી હતા તેઓ રૂમ ન 208માં રોકાયા હતા. પરંતુ તેઓએ અગમ્ય કારણોસર રૂમના છત પર પંખા સાથે લટકી ગળેફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી હતી.

સવારે રૂમ સાફ સફાઈ કરવા માટે માણસ ગયા ત્યારે પંકજભાઈ મૃત હાલતમાં મળી આવતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બાદમાં મૃતકના પરિવાર અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ઊંઝા પોલીસ ઘટના સ્થળે દોડી આવી યુવાનની લાશને પીએમ અર્થે મોકલી હતી.

અન્ય સમાચારો પણ છે...