તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટનો હુકમ:મેઉની મહિલાના આપઘાત કેસમાં પતિની આગોતરા અરજી નામંજૂર

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા એડીશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે અરજી ફગાવી

મહેસાણાના મેઉ ગામની પરિણીતાના આપઘાત કેસમાં ત્રણ સાસરિયાં સામે ફરિયાદ નોંધાઇ હતી. જે કેસમાં મૃતક મહિલાના પતિએ કરેલી આગોતરા જામીન અરજી મહેસાણા કોર્ટે નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

મેઉ ગામનાં કિંજલબા જયદિપસિંહ ચાવડાએ તેમના પતિ, સસરા અને સાસુના ત્રાસથી કંટાળી ગત 18 એપ્રિલે ઘરમાં જાતે છતના ભાગે પંખા સાથે સાડીથી ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. જે અંગે લાંઘણજ પોલીસમાં પતિ, સસરા અને સાસુ સામે ફરિયાદ નોંધાઇ હતી.

આ કેસમાં મૃતકના પતિ આરોપી જયદિપસિંહ પ્રવિણસિંહ ચાવડાએ મહેસાણા એડીશનલ ડિસ્ટ્રિક્ટ જજ એમ.ડી. પાન્ડેની કોર્ટમાં આગોતરા અરજી મૂકી હતી. જેમાં સરકારી વકીલ પરેશકુમાર કે. દવેએ દલીલ કરી કે આ ગંભીર પ્રકારના ગુનામાં અરજ નામંજૂર કરવી જોઇએ. જેમાં કોર્ટે આરોપીના આગોતરા જામીન અરજ નામંજૂર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...