તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:મહેસાણા શહેરના શંકરપુરામાં બાથરૂમનો દરવાજો પછડાતાં પતિએ પત્નીને છરો મારી દીધો

મહેસાણાએક મહિનો પહેલા
 • કૉપી લિંક

મહેસાણા શહેરના શંકરપુરામાં પુત્રીને બાથરૂમમાં નવડાવવા જતાં દરવાજો પછડાવા બાબતે ગુસ્સે ભરાયેલા પતિએ પત્નીને છરો મારતાં મહિલાને સિવિલમાં સારવાર માટે લવાયા બાદ તેણીએ પતિ સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી.

મહેસાણા દૂધસાગર ડેરીની પાછળ આવેલા શંકરપુરામાં રહેતી સેજલ અમરતજી ઠાકોર રવિવારે સવારે 6 વર્ષની પુત્રી કૃપાને બાથરૂમમાં નવડાવવા બેસતી વખતે બાથરૂમનો દરવાજો બંધ કરવા જતાં પછડાયો હતો. જેથી વિફરેલા પતિએ તેને અપશબ્દો બોલી ગડદાપાટુનો માર માર્યો હતો. માર મારી રહેલા પતિનો વિરોધ કરતાં તેણે પત્ની પર છરા વડે હુમલો કર્યો હતો. જેમાં છરો પકડવા જતાં મહિલાના ડાબા હાથે પહેલી આંગળી અને અંગૂઠા વચ્ચે ઇજા થઇ હતી. મહિલાની બૂમો સાંભળી પડોશીઓએ બચાવી માતાને ફોન કરતાં સિવિલમાં સારવાર માટે લઇ ગયા હતા. પોલીસે પતિને ઝડપી લેવા કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો