તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પતિએ કાઢી મૂક્યા બાદ મહેસાણાના અમરપુરામાં પિતાના ઘરે આશ્રિત આશાબેન રણજીતસિંહ મકવાણાએ વર્ષ 2012માં પતિ પાસે ભરણ પોષણ મેળવવા કોર્ટમાં અરજી કરી હતી અને વર્ષ 2013માં કોર્ટે રણજીતસિંહને રૂ.3 હજાર માસિક ભરણપોષણ ચૂકવવા આદેશ કર્યો હતો. કોર્ટે કરેલા 9 માર્ચ,2013ના હુકમથી લઇને 8 ઓગસ્ટ, 2018 સુધીના 65 મહિનાનું રૂ.3 હજાર લેખે રૂ.1.95 લાખ જેટલું ભરણપોષણ પતિએ નહીં ચૂકવતાં આશાબેન મકવાણાએ મહેસાણા ફેમિલી કોર્ટમાં અપીલ કરતાં મહિલા વતી હાજર વકીલ વિષ્ણુજી ઠાકોરે યુવતીના પતિ ભરણપોષણની બાકી રહેતી રકમની ચૂકવણી કરવા માટે મુદતો માંગે છે, પરંતુ ચુકવણી કરતાં ન હોવા સહિતની રજૂઆત કરી હતી.
જેમાં જજ નેહલ રાજેશભાઇ જોશીએ પ્રતિ માસિક રૂ.3 હજાર લેખે 65 માસના ભરણપોષણની કુલ રૂ.1.95 લાખ મેળવવા મહિલાએ અરજી કરી છે. ભરણ પોષણ ન ચૂકવવાના ડિફોલ્ટ પેટે મહિનાના ડિફોલ્ટ પેટે 10 દિવસની સજા લેખે 650 દિવસની કેદની સજાનો હુકમ કરી રણજીતસિંહ મકવાણા સામે ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ -418(2) મુજબનુ વોરંટ ઇસ્યુ કરવા આદેશ કર્યો હતો.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.