તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:કોરોનામાં ઘરખર્ચ કાઢવો મુશ્કેલ બની જતાં દંપતી વચ્ચે ઝઘડા થતાં પતિ 3 માસની બાળકીને લઇ વતન જતો રહ્યો

મહેસાણા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાએ પતિ પાસેથી પુત્રી મેળવવા 181 અભયમની મદદ લીધી
  • શહેરી વિસ્તારમાં રહેવાની શરતે મહિલાએ પતિ સાથે રહેવા તૈયારી બતાવી

અમદાવાદમાં લોકડાઉન બાદ ધંધા રોજગારમાં ઉભી થયેલી તકલીફ અને આર્થિક ભીડ વચ્ચે થતા ઝઘડાને કારણે પતિ 3 મહિનાની પુત્રીને લઇ વતન કડી આવતો રહેતાં મહિલાએ 181 અભયમની મદદ લીધી હતી. કાઉન્સેલિંગ બાદ મહિલાએ ગામડામાં નહીં, પરંતુ શહેરી વિસ્તારમાં રહેવાની શરતે પતિ સાથે જવા નિર્ણય લીધો હતો.અમદાવાદમાં રહેતા દંપતી વચ્ચે કોરોના સંક્રમણના તબક્કે કામધંધો ન મળવાની સાથે મોંઘવારીને કારણે ઘર ચલાવવું મુશ્કેલ બનતાં રોજેરોજ ઝઘડા થતા હતા.

જરૂરિયાત પૂરી થતી ન હોવાથી પિયરમાંથી પૈસા લાવવાની આશા રાખતી પત્નીને મહેનત મુજબ ખર્ચ કરવાની સલાહ આપતા પતિએ કંટાળીને 3 મહિનાની પુત્રી સહિત બે સંતાનોને લઇ વતન કડી જતો રહ્યો હતો અને મહિલા પિયર જતી રહી હતી. આ અરસામાં મહિલાએ તેની 3 મહિનાની પુત્રી પરત મેળવવા મહેસાણાની 181 અભયમની મદદ લીધી હતી. જેમાં કાઉન્સિલર મિત્તલબેન પટેલે દંપતીનું લગભગ 2 કલાક સુધી કાઉન્સેલિંગ કર્યું હતું. જેમાં મહિલાએ ગામડામાં જરૂરી સગવડ ન મળતી હોવાનું કહી ગામડામાં નહીં, પરંતુ શહેરી વિસ્તારમાં રહેવાની શરત મૂકી હતી. જે પતિએ સ્વીકારી હતી, પરંતુ અમદાવાદ નહીં કડી વિસ્તારમાં જ રહેવાની તૈયારી બતાવી હતી.

અન્ય સમાચારો પણ છે...