વિવાદ:3 વર્ષની પુત્રીને સાથે લઇ જવા ના પાડતાં પતિએ પત્નીને મારી

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા તાલુકાના સુખપુરડાની પ્રસૂતા મહિલાએ પતિ, સાસુ અને સસરા સામે પોલીસમાં ગુનો નોંધાવ્યો

મહેસાણા તાલુકાના સુખપુરડા ગામે રીક્ષા ડ્રાઇવર પતિ અને સાસુ સસરા ત્રણ વર્ષની દિકરીને છત્રાલ સંબધીના ખબર અંતર પુછવા સાથે લઇ જવાની દિકરીની મમ્મીએ ના પાડતા સાસુ સસરાની ચઢામણીને પતિએ તેણીની પત્નીના વાળ ખેચીને લાફા મારતાં મામલો મહેસાણા તાલુકા પોલીસ મથક પહોચ્યો હતો.સુખપુરડા ગામના રોહિતકુમાર સલાટ સંબંધી બીમાર હોઇ રિક્ષા લઇ છત્રાલ ખબર અંતર પૂછવા જતા હતા.

તેમની પત્ની નંદીબેને ત્રણ વર્ષની દીકરી વિશ્વાને છત્રાલ સાથે લઇ જવાની ના કહેતાં તેણીના સાસુ સસરાએ રોહિતભાઇને કહેતાં તેમણે નંદીબેનના માથાના વાળ ખેંચી ગાલ ઉપર બે ત્રણ લાફા મારી દીધા હતા. આ પરિણીતાએ તેણીના પિતાને ફોન કરતાં 108 એમ્બ્યુલન્સમાંં નંદીબેનને મહેસાણા સિવિલ હોસ્પિટલ લઇ જવાયા હતા. હાલ આઠ મહિનાની પ્રેગન્સી હેઠળ નંદીબેને આ બનાવ અંગે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં સાસુ બબીબેન દિનેશભાઇ સલાટ, સસરા દિનેશભાઇ સલાટ અને પતિ રોહિતકુમાર દિનેશભાઇ સલાટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...