તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:પતિને નેપાળની યુવતી સાથે પ્રેમ થઈ જતાં મહેસાણાની યુવતીને કાઢી મૂકી

મહેસાણા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • યુવતીના પિતાએ રૂ.7 લાખ આપવા છતાં પતિ ત્રાસ આપતો હતો
  • યુવતીના પતિ, નેપાળની પ્રેમિકા સામે મહિલા પોલીસે ગુનો નોંધ્યો

રાજસ્થાનના આબુરોડના યુવક સાથે લગ્ન કરી 13 વર્ષનું લગ્નજીવન ગાળ્યા બાદ એક સંતાન હોવા છતાં પતિને નેપાળી યુવતી સાથે પ્રેમ થઈ જતાં મહેસાણાની યુવતીને કાઢી મૂકી છે. 13 વર્ષના લગ્નજીવન દરમિયાન યુવતીના પિતાએ રૂપિયા 7 લાખ જેટલી માતબર રકમ આપવા છતાં પતિએ કાઢી મૂકી હતી. યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મહેસાણા શહેરના સોમનાથ રોડ પર ભીમનાથ ચોક ફ્લેટમાં રહેતાં ડિમ્પલબેનનાં આબુરોડના વિશાલ મણિલાલ મોદી સાથે વર્ષ 2008માં લગ્ન થયાં હતાં.

જ્યાં કડી રહેવા ગયા બાદ પતિએ બાઈક, મકાન અને ફર્નિચર ખરીદવા યુવતીના પિતા અને ભાઈ પાસેથી રૂ.7 લાખ લીધા હોવા છતાં વધુ પૈસા લેવા અવાર નવાર માનસિક ત્રાસ આપતો હતો. ત્યાર બાદ મૂળ નેપાળની અને હાલ કડીમાં રહેતી જમના પ્રેમભદ્ર છેત્રી નામની યુવતી સાથે વિશાલ મોદીને પ્રેમ સંબંધ બંધાતાંં તેણી જોડે રહેવા લાગ્યો હતો.

એક દિવસ પતિને પ્રેમિકાના ઘરમાં પકડી લેતાં પતિ અને પ્રેમિકાએ માર મારતાં તેણી પિયરમાં રહેવા આવી ગઈ હતી. અનેક વખત કહેવા છતાં પતિ પણ નહીં સુધરતાં છેવટે પોલીસને જાણ કરતાં મહિલા પોલીસે પતિ વિશાલ મણિલાલ મોદી અને તેની પ્રેમિકા જમના પ્રેમભદ્ર છેત્રી સામે ગુનો નોંધી આગળની વધુ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...