વિવાદ:કડીના ફૂલેત્રામાં અદાવત રાખી પતિ- પત્ની પર હુમલો, કારમાં તોડફોડ કરી

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મહિલાને માથે ઓઢવા બાબતે ઠપકો આપ્યા બાદ વાત વણસી
  • હુમલો કરનાર 4 ​​​​​​​શખ્સો સામે કડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ

કડી તાલુકાના ફુલેત્રા ગામે મહિલાને માથે ઓઢવા બાબતે ઠપકો આપતાં થયેલી તકરાર વણસી હતી અને દંપતી ઉપર 4 શખ્સોએ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ફુલેત્રા ગામે રબારીવાસમાં રહેતા રાજુભાઇ માલજીભાઇનાં પત્ની ભાવનાબેન તેમના ઘરની બહાર રસ્તામાં નાના દીકરાને સાઇકલ શીખવાડતાં હતાં. તે સમયે નીકળેલા તેમના મહોલ્લાના જ રબારી સાગરભાઇ લીલાભાઇએ તું માથે કેમ ઓઢતી નથી તેમ કહી મનફાવે બોલ્યા હતા. તે પછી ભાવનાબેનના પતિ રાજુભાઈ ઘરે આવતાં તેમની વચ્ચે તકરાર થઈ હતી.

બીજા દિવસે સોમવારે રાત્રે અગાઉ થયેલી તકરારની અદાવત રાખી રબારી વિશાલ બળદેવભાઇ, રબારી સહદેવ સાગરભાઇ, રબારી અમરત ચૂંથાભાઈ અને રબારી અમરત સાગરભાઇ લાકડીઓ લઈને આવી રાજુભાઈને તમે બધાને મનફાવે એવું કેમ બોલો છો કહી માર માર્યો હતો. જ્યારે બાજુમાં રહેલા સહદેવભાઈએ પણ ભાવનાબેનને લાકડી મારી હતી.

હોબાળો થતાં પતિ-પત્ની વધુ મારની બીકે પોતાના ઘરમાં જતાં રહેતાં ચારેય જણાએ તેમના ઘરની બહાર પડેલી કારના કાચ, લાઈટો અને બોનેટને લાકડીઓથી તોડી નુકસાન પહોંચાડ્યું હતું. આ બનાવ અંગે ભાવનાબેન રબારીએ કડી પોલીસ મથકે ચારેય જણા સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...