કાર્યવાહી:હિસ્ટ્રીશીટર ગોપાલ રાઠોડની હત્યામાં પતિ અને સાળો 2 દિવસના રિમાન્ડ પર

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હત્યા પાછળ પ્રોપર્ટી વિવાદ છે કે કેમ, અન્યની સંડોવણી છે કે કેમ તે જાણવા પોલીસે 7 દિવસના રિમાન્ડ માગ્યા હતા

મહેસાણા ગોપીનાળા નજીક માહિતી ખાતાની કચેરી પાછળ સોમવાર રાત્રે માથાભારે શખ્સની હત્યા કરનારા તેની પત્ની અને સાળાને પોલીસે બુધવારે કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જોકે, કોર્ટે 27મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.હિસ્ટ્રીશીટર ગોપાલ રાઠોડની સોમવાર રાત્રે તેની પત્ની કેશરબેન રાઠોડ અને સાળા સુરેશજી પ્રધાનજી ઠાકોરે લોખંડની પાઇપો મારી હત્યા કરી હતી. બાદમાં એ ડિવિઝન પોલીસ મથકે હાજર થઇ મૃતક ગોપાલના પરસ્ત્રી સાથેના સંબંધોની શંકાના કારણે હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું.

પોલીસે બંનેની ધરપકડ કરી બુધવારે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યા હતા. જે અંગે એ ડિવિઝન પીઆઇ બી.એમ. પટેલે જણાવ્યું કે, કોર્ટ સમક્ષ બંને આરોપીઓના 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જેમાં હત્યા ખરેખર પરસ્ત્રી સાથેના આડાસંબંધોના કારણે થઇ છે કે પછી પ્રોપર્ટી વિવાદના કારણે થઇ છે, તેમજ આ હત્યામાં અન્ય કોઇ સામેલ છે કે કેમ તે સહિતના મુદ્દા રજૂ કરાયા હતા. કોર્ટે 27 મે સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...