ધૂળની ડમરીઓ ઉડી:મહેસાણામાં ભેજવાળા પવન ફૂંકાતાં ગરમી 2.5 ડિગ્રી ઘટી, પણ ઉકળાટે કહેર વરસાવ્યો

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણામાં સાંજે 11 કિમી ઝડપે ફૂંકાયેલા પવનથી ધૂળની ડમરીઓ ઉડી

ઉત્તર ગુજરાતમાં સતત ત્રીજા દિવસે દક્ષિણ-પશ્ચિમ દિશાના ભેજવાળા પવન ફૂંકાવાનું યથાવત રહ્યું હતું. જેના કારણે સવારના સમયે હવામાં ભેજનું પ્રમાણ 73 થી 81 ટકા અને બપોરના સમયે 19 થી 24 ટકાની વચ્ચે રહ્યું હતું. હવામાં અસામાન્ય ભેજનું પ્રમાણ વધતાં અંશત: વાદળોની હાજરી જોવા મળી હતી.

અસામાન્ય ઉકળાટના કહેરના કારણે તાપમાન ઘટવા છતાં રાહત મળી ન હતી. દિવસભર માથુ ફાડી નાખતાં ઉકળાટના કારણે સામાન્ય જનજીવનને માઠી અસર થઇ હતી. હવામાન વિભાગ મુજબ આગામી 24 કલાક એટલે કે મંગળવારે વાતાવરણની આ સ્થિતિ યથાવત રહી શકે છે.

શહેરમાં દિવસભરના અસહ્ય ઉકળાટ બાદ સાંજના 4 વાગે પ્રતિ કલાકે 11 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડી હતી. જેને લઇ રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...