મંત્રી મંડળની રચના:વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ બન્યા રાજ્યના નવા આરોગ્યમંત્રી, તબીબી શિક્ષણ, જળસંપતિ અને પાણી પુરવઠા વિભાગનો પણ હવાલો સોંપવામા આવ્યો

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઋષિકેશ પટેલનો કેબિનેટમાં સમાવેશ થતા કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છવાયો

વિસનગર 22 વિધાનસભા મત વિસ્તારના સતત ત્રણ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા ઋષિકેશ પટેલને નવા મંત્રી મંડળમાં સ્થાન મળતા મહેસાણા જિલ્લામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઋષિકેશ પટેલને રાજ્યના આરોગ્ય મંત્રી બનાવવામા આવ્યા છે. આરોગ્ય ઉપરાંત તબીબી શિક્ષણ, જળસંપતિ અને પાણી પુરવઠા વિભાગનો પણ હવાલો સોંપવામા આવ્યો છે.

મહેસાણા જિલ્લાના વિસનગરના ધારાસભ્ય અને હાલના નવનિયુક્ત કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ પોતાની કારકિર્દીની શરૂઆત 1990માં ભારતીય જનતા પાર્ટીના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ અડવાણીજી ના રથયાત્રા કાર્યક્રમ દરમિયાન પાર્ટી સાથે સક્રિય કાર્યકર તરીકે જોડાયા હતા.ત્યારબાદ ભાજપ ના કાર્યકર તરીકે તાલુકા પંચાયત અને નગરપાલિકા ચૂંટણી માં સફળતા ની જવાબદારી વર્ષ 2007 સુધી નિભાવી હતી.

2007માં વિસનગર વિધાનસભા મત વિસ્તારમાં ઉમેદવાર તરીકે પસંદગીવિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલને 2007માં વિસનગર વિધાનસભા ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા, જેમાં તેઓ ચૂંટણી લડી ને પ્રથમવાર 29,898 મતો થી જંગી વિજય મેળવ્યો હતો.વર્ષ 2012માં પાર્ટીએ ફરી એક વાર વિધાનસભા ઉમેદવાર તરીકે તક આપતા તેઓ 29,399 મતોથી વિજયી બન્યા હતા. ત્યારબાદ સતત ત્રીજી વાર 2017માં પણ ચૂંટાઈ આવ્યા હતા.

વિસનગર APMCમાં 2016માં ચેરમેન બન્યાઋષિકેશ પટેલને 2016માં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વિસનગરના ચેરમેન તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી.વિસનગર 22 વિધાનસભા મત વિસ્તારમાં માં ઋષિકેશ પટેલ 2007 થી 2021 સુધી ધારાસભ્ય તરીકે કામગીરી કરી છે. તેઓ 2011 થી 2019 દરમિયાન તેઓ ને મહેસાણા જિલ્લા ક્રિકેટ એસોસિએશન માં અધ્યક્ષ તરીકે જવાબદારી અપાઈ. આ ઉપરાંત વિશ્વ ઉમિયાધામ માં ટ્રસ્ટી, શ્રી ઉમિયા સંસ્થા, ઉંઝા કારોબારી સભ્ય,તિરુપતિ ફાઉન્ડેશન સાથે પણ સંકળાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...