આરોગ્યમંત્રી સિવિલની મુલાકાતે:ઋષિકેશ પટેલે મહેસાણા સિવિલના આર.ટી.પી.સી.આર લેબ સહિત વિવિધ વોર્ડ અને કેન્દ્રોની મુલાકાત કરી

મહેસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં 85 ટકાથી વધુ નાગરિકોને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામા આવ્યું

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા શહેરમાં સિવિલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન આરોગ્ય મંત્રીએ સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મંત્રીએ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત કોવિડના ટેસ્ટ માટેની આર.ટી.પી.સી.આર લેબ,ડેન્ટલ વિભાગ જનરલ વોર્ડ સહિત વિવિધ વોર્ડ અને કેન્દ્રોની મુલાકાત કરી હતી.

આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં આરોગ્યની સુખાકારી સુવિધા મળી રહે તે માટે સરકાર કટિબધ્ધ છે. આરોગ્યની સેવાઓ અને સવલતો થકી નાગરિકોના આરોગ્યની ચિંતા સરકાર દ્વારા કરાઇ રહી છે. રાજ્યમાં કોરોના રસીકરણ અંતર્ગત પ્રથમ ડોઝ 85 ટકાથી પણ વધુ નાગરિકોને આપી સુરક્ષા કરાઇ છે આ ઉપરાંત આગામી સમયમાં પ્રથમ અને બીજા ડોઝની કામગીરી ઝડપથી પુર્ણ થાય તે દિશામાં કામગીરી સરકાર દ્વારા કરાઇ રહી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની મુલાકાત દરમિયાન મંત્રીની સાથે અધિકારીઓ,પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...