તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:મુંબઈથી અપહરણ કરાયેલી હિન્દુ સગીરાને મહેસાણા પોલીસે છોડાવી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૂળ ઉત્તરપ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લાના મુસ્લિમ યુવકને છત્રાલથી ઝડપી લીધો

મુંબઈના નવાઘર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી હિન્દુ સગીરાનું અપહરણ કરી ભગાડી જનારા મૂળ ઉત્તરપ્રદેશના મુસ્લિમ યુવકને મહેસાણા એલસીબીએ ઝડપી લઇ સગીરાને યુવકની ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી. બુધવારે મુસ્લિમ યુવક સગીરાનું અપહરણ કરી ગયો હતો, જે મામલે નવાઘર પોલીસે જાણ કરતાં એલસીબીએ ગુરુવારે છત્રાલ નજીક હાઈવે પર મિલન ફ્લેટમાંથી સગીરા અને મુસ્લિમ યુવકને શોધી કાઢ્યા હતા.ઉત્તરપ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લાના કમહરિયા ગામનો માજી હાફીઝ શહા નામનો યુવક ગત બુધવારે મુંબઈના નવાઘર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક હિન્દુ સગીરાનું અપહરણ કરી ભાગી ગયો હતો.

આ ઘટનાને લઈ વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાતો પડતાં નવાઘર પોલીસે મુસ્લિમ યુવકની શોધખોળ શરૂ કરી હતી. શોધખોળ દરમિયાન મહેસાણા જિલ્લાનું લોકેશન મળતાં નવાઘર પોલીસે મહેસાણા પોલીસને જાણ કરી હતી. તેથી એસપી ડો. પાર્થરાજસિંહ ગોહિલની સૂચનાથી એલસીબી પીઆઈ એ.એમ. વાળા, પીએસઆઈ એ.કે. વાઘેલા તેમજ સ્ટાફના માણસોની અલગ-અલગ ટીમો બનાવી સગીરા અને આરોપીના મોબાઈલ લોકેશન તેમજ ફોટોગ્રાફના આધારે શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સના આધારે બંને જણાનું લોકેશન મહેસાણાની બોર્ડર ઉપર છત્રાલ નજીક મિલન ફ્લેટનું મળી આવ્યું હતું. તેથી એલસીબીએ છાપો મારી મિલન ફ્લેટના ચોથા માળેથી ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...