શાંતિની અપીલ:આવનારા તહેવારોમા ક્યાંય કોમી અથડામન ન થાય તે માટે વિજાપુર પોલીસ મથકે હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓની બેઠક મળી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા વડાના આદેશ મુજબ આ બેઠક મળી હતી

હાલ વૈશાખ મહિનાની શરૂઆતમાં જ લગ્ની મૌસમ ચાલી રહી છે. ત્યારે આવનારા તહેવારોમાં પણ ક્યાંય કોમી અથડામન ન થાય તે માટે વિજાપુર પોલીસ મથકે જિલ્લા વડાના આદેશ મુજબ બેઠક મળી હતી. પોલીસ અધિકારી રણજીતસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને મુસ્લિમ હિન્દી સમાજના ઉપસ્થિતીમાં શાંતી સમિતિની મીટિંગ રાખવામાં આવી હતી.

બેઠકમાં અસપાક અલી સૈયદે જણાવ્યું હતું કે, હાલ મુસ્લિમ લોકોના રમજાનના ઉપવાસ પુરા થતા ઈદનો તહેવાર આવે છે. તેમજ હિન્દુ સમાજના પણ તહેવારો આવો છે. તો ભાઈચારા સાથે તહેવારની ઉજવણી કરવા અપીલ મારી અપીલ છે. દરેક સમાજના લોકોને સહકાર આપવા પીઆઇ આર.આર. પરમારે જણાવ્યું હતું.

બેઠકમાં ભ્રહ્મ સમાજના આગેવાન નવીન ચંદ્ર પંડ્યા ઉર્ફે બકારામ, મુસ્લિમ સમાજના અગ્રણી અને પૂર્વ પાલીકા પ્રમુખ અસપાક અલી સૈયદ, પાલિકા પ્રમુખ રણવીરસિંહ, સામાજીક કાર્યકર મુસ્તકીમ સૈયદ તેમજ અન્ય મુસ્લીમ સમાજ યુવકો અને બ્રહ્મ સમાજના યુવકો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...