સાંસદની રજૂઆત:મહેસાણામાં આવેલું એરપોર્ટ તેમજ FCI ગોડાઉન શહેરની બહાર લઇ જવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સાંસદ શારદાબેન પટેલે ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીને લેખીત રજૂઆત કરી

મહેસાણા શહેરમાં એરપોર્ટ અને એફ.સી.આઇ ગોડાઉનને શહેરની બહાર લઇ જવા માટે સાંસદ શારદાબહેન પટેલે ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી છે. સંસદ સભ્યએ નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીને લેખીત રજૂઆત કરી છે કે, શહેરની મધ્યમાં આવેલા એરપોર્ટથી સ્થાનિક રહેવાસીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમણે જણાવ્યું હતું કે, સરકારની નિયમાનુસાર પણ એરપોર્ટની આજુબાજુ માં બિલ્ડીંગ બનાવવા માટે સરકારની મંજૂરી આવશ્યક છે.

સંસદ સભ્યએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, મહેસાણા ખાતે એરપોર્ટમાં વિધાર્થીઓ પ્લેન ઉડાડવાની તાલીમ મેળવી રહ્યા છે. રોજના અનેક પ્લેન રાધનપુર ચોકડીની મધ્યેથી પસાર થાય છે. આ પ્લેનો પસાર થવાથી સ્થાનિક નાગરિકોને મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે. ત્યારે આ એરપોર્ટને શહેરના બહાર ખસેડવામાં આવે તો સ્થાનિક નાગરિકો સાથે તાલીમ મેળવી રહેલા વિધાર્થીઓ પણ કોઇ ડર કે મુશ્કેલી વગર પોતાના અભ્યાસ પૂર્ણ કરી શકે છે. તેમણે આ વિશાળ સ્થળ આવાસ સહિત અન્ય સરકારી વિકાસ કે હિત માટે ઉપયોગી બની શકે તેમ છે તેમ પણ રજૂઆત કરી હતી.

સંસદ સભ્ય શારદાબહેન પટેલે ભારત સરકારના મંત્રી પીયૂષ ગોયેલને મોઢેરા રોડ ઉપર આવેલ એફ.સી.આઇ ગોડાઉન શહેરની બહાર ખુલ્લી જગ્યામાં ખસેડવાની પણ રજૂઆત કરી છે. તેમણે રજૂઆતમાં જણાવ્યું હતું કે, મહેસાણા જિલ્લાનો બુલેટ ગતિથી થઇ રહેલા વિકાસના કારણે આ ગોડાઉન શહેરની મધ્યે આવી ગયું છે. આ સ્થળની આજુબાજુ અનેક પરીવારો વસવાટ કરે છે. ગોડાઉનને કારણે આ સ્થળ પર વારંવાર ટ્રકની લાંબી લાઈનો લાગે છે. જેનાથી અકસ્માત થવાની ચિંતા સેવાઇ રહી છે તેમ જણાવી આ ગોડાઉન અન્ય સ્થળે ખસેડવા રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, આ સ્થળ અન્ય સ્થળે ખસેડવાથી એફ.સી.આઇ ગોડાઉનમાં આવતી ટ્રકોને પણ સરળતા રહેશે, કામગીરી ઝડપથી પૂર્ણ થશે અને મોઢેરા રોડ ઉપર થતા ટ્રાફિકમાં પણ લોકોને રાહત મળશે.

અન્ય સમાચારો પણ છે...