તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાઇકોર્ટની બ્રેક:ઊંઝાAPMCના કાૈભાંડની તપાસમાં હાઇકોર્ટની બ્રેક

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઊંઝા કોર્ટે સીઅાઇડી ક્રાઇમને તપાસ સોંપતાં હાઇકોર્ટમાં પિટીશન કરાઇ હતી

ઊંઝા અેપીઅેમસીના સેસ કાૈભાંડ મામલે ઊંઝા કોર્ટે ગાંધીનગર સીઅાઇડી ક્રાઇમને તપાસ બાદ ફરીયાદ નોંધવાનો હુકમ કર્યો હતો. જેને લઇ હાઇકોર્ટમાં પિટીશન દાખલ કરાઇ હતી. હાઇકોર્ટે અા મામલે અાગામી તા.6 સપ્ટેમ્બર, 2021 સુધીનો સ્ટે અાપ્યો છે.

ઊંઝા કોર્ટે અગાઉ ગાંધીનગર સીઅાઇડી ક્રાઇમને ઊંઝા અેપીઅેમસીના સેસ કાૈભાંડ મામલે ચેરમેન દિનેશભાઇ પટેલ, સેક્રેટરી વિષ્ણુભાઇ પટેલ અને ધારાસભ્ય અાશાબેન પટેલ સામે તપાસ કરી ફરિયાદ દાખલ કરવાનો હુકમ કર્યો હતો. અા મામલે ધારાસભ્ય અને અેપીઅેમસીના હોદ્દેદારો દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પિટીશન દાખલ કરી હતી. જે અંતર્ગત હાઇકોર્ટે નીચલી કોર્ટના હુકમ પર સ્ટે અાપતાં ચેરમેન, સેક્રેટરી અને ધારાસભ્ય માટે હાલ પુરતી રાહત મળી છે.

અન્ય સમાચારો પણ છે...