તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:હેડુવા હનુમંતના સરપંચનું કોરોનાથી મોત,115 દિવસ બાદ જિલ્લામાં સૌથી વધુ 43 કેસ નોંધાયા

મહેસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • સરપંચ સંજય પરમારનું અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં મોત
 • મહેસાણાના જુની સેઢાવીમાં 1 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર
 • વિસનગરમાં 16, મહેસાણામાં 13, કડીમાં 9 અને વિજાપુરમાં 5 સંક્રમિત દર્દીઓ વધ્યા
 • 10 દર્દી સાજા થતાં રજા અપાઇ, એક્ટીવ કેસની સંખ્યા 213 થઇ, 376 સેમ્પલ લેવાયાં

મહેસાણા જિલ્લામાં શનિવારે કોરોના વિસ્ફોટ થયો હતો. જેમાં અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા મહેસાણા તાલુકાના હેડુવા હનુમંત ગામના સરપંચ સંજયભાઇ પરમારનું મોત થયું હતું. આ સાથે કોરોનાના નવા 43 કેસ નોંધાયા હતા. જે છેલ્લા 115 દિવસમાં સૌથી વધુ છે. અગાઉ ગત 4 ડિસેમ્બરે 48 કેસ નોંધાયા હતા.

શનિવારે વિસનગરમાં 16, મહેસાણામાં 13, કડીમાં 9 અને વિજાપુરમાં 5 કેસ નોંધાયા હતા. જેમાં શહેરી વિસ્તારના 37 અને ગ્રામ્ય વિસ્તારના 6 કેસ છે. 10 દર્દી સાજા થતાં રજા અપાઇ હતી. એક્ટીવ કેસની સંખ્યા 213એ પહોંચી છે. શનિવારે વધુ 376 સેમ્પલ લેવાયાં હતાં. ઉલ્લેખનીય છે કે, આજના મોત સાથે જિલ્લામાં કોરોનાથી મોતનો આંકડો 39એ પહોંચ્યો છે.

ઉ. ગુ.માં 85 કેસ
જિલ્લોનવા કેસ
મહેસાણા43
પાટણ23
બનાસકાંઠા7
સાબરકાંઠા10
અરવલ્લી2

બનાસકાંઠાના ભીલડીમાં મહિલાનું મોત

​​​​​​​પાલનપુર કોવિડ હોસ્પિટલમાં એક સપ્તાહથી બાયપેપ પર રહેલી ભીલડીની મહિલાનું મોત થયું હતું. છતાં આરોગ્ય વિભાગે તેને નોન કોવિડ ડેથમાં ગણ્યું છે. શનિવારે વધુ 7 સંક્રમિતમાં પાલનપુરમાં 4, દાંતા 2 અને થરાદમાં 1 કેસ નોંધાયો છે.

3 મહિનામાં હાઇએસ્ટ નવા કેસ

મહેસાણા

નાગલપુર હાઇવે (62) (પુ)

ઉત્સવ બંગ્લોઝ સામે (66) (પુ)

મગપરા પાસે (79) (પુ)

મહેસાણા (21) (પુ)
મહેસાણા (20) (પુ)
જેલરોડ (53) (પુ)

નાગલપુર (35) (પુ)

માનવઆશ્રમ (33) (સ્ત્રી)

મોઢેરા રોડ (2) (પુ)

દૂધસાગર ડેરી રોડ (56) (પુ)

પોલીસ હેડક્વાર્ટર (29) (પુ)

વિસનગર
વિસનગર (60) (પુ)
વિસનગર (34) (પુ)
વિસનગર (26) (પુ)

વિસનગર (30) (સ્ત્રી)

વિસનગર (60) (સ્ત્રી)

વિસનગર (60) (પુ)
વિસનગર (34) (પુ)

વિસનગર (30) (સ્ત્રી)

વિસનગર (20) (પુ)
વિસનગર (28) (પુ)
વિસનગર (50) (પુ)
વિસનગર (50) (પુ)
વિસનગર (75) (પુ)
વિસનગર (40) (પુ)

મોટી વ્હોરવાડ (20) (પુ)

વિસનગર (20) (પુ)

ચિત્રોડીપુરા (58) (સ્ત્રી)

કડી
કડી (30) (સ્ત્રી)
કડી (22) (પુ)
કડી (48) (પુ)
કડી (60) (પુ)
કડી (4) (પુ)
વડુ (30) (પુ)
વડુ (51) (સ્ત્રી)

મેડા આદરજ (27) (પુ)

થોળ (27) (પુ)
વિજાપુર
વિજાપુર (25) (પુ)

લાડોલ રોડ (29) (સ્ત્રી)

લાડોલ રોડ (28) (પુ)

લાડોલ રોડ (57) (સ્ત્રી)

સુંદરપુર (28) (સ્ત્રી)

જુની સેઢાવીના ટીમ્બા વિસ્તારમાં કોરોનાના 4 કેસ, ડેરીયે બંધ રહેશે
​​​​​​​મહેસાણા તાલુકાના જુની સેઢાવી ગામના સરપંચ પકાજી ચાવડાએ જણાવ્યું કે, ગામના ટીમ્બા વિસ્તારમાં કોરોનાના 4 કેસ નોંધાયા છે. આ સ્થિતિમાં હોળી અને ધૂળેટીના પર્વની ઉજવણીમાં ગ્રામજનો એકઠા ન થાય તે માટે પર્વની ઉજવણી પર પ્રતિબંધ રાખવાની સાથે આગામી તા.1 એપ્રિલ સુધી સાવચેતીના ભાગરૂપે બંધ પાળવાનો નિર્ણય લેવાયો છે. દૂધની ડેરી પણ બંધ રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો