તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોંઘવારીનો માર:નાસિક-મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી પાકને અસર થતાં મહેસાણા માર્કેટમાં ડુંગળીના ભાવ દોઢાથી બમણા થયા

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરસાદ બાદ આવક ઘટતાં ટામેટાં, ટીંડોળી સહિત લીલાં શાકભાજીનાં ભાવ વધ્યા

મહેસાણાના માર્કેટમાં નાસિક, મધ્યપ્રદેશની રોજ ત્રણ થી ચાર ગાડી ડુંગળી ઠલવાઇ રહી છે. જોકે, ચોમાસામાં નાસિક, મધ્યપ્રદેશમાં ભારે વરસાદમાં ડુંગળીના પાકમાં બગાડ આવતાં હોલસેલથી રીટેઇલ માર્કેટમાં ભાવ ઉંચકાઇને દોઢાથી બમણા થયા છે. અઠવાડિયા પહેલાં મહેસાણાના છૂટક બજારમાં રૂ. 20ના ભાવે કિલો મળતી ડુંગળી હાલ રૂ. 40ના ભાવે પહોંચી છે. થોડી હલકી ગુણવત્તામાં રૂ.30માં ડુંગળી મળી રહી છે. જોકે, વેપારીઓનું કહેવું છે કે, શિયાળામાં ઉંચકાયેલા ભાવ કરતાં ચોમાસામાં ભાવ પ્રમાણમાં જળવાયેલા છે.

મહેસાણાના શાકભાજી છૂટક બજારમાં ગૃહિણીઓને પ્રતિ કિલો રૂ.30થી 40ના ભાવે ડુંગળી ખરીદવી પડી રહી છે. જ્યારે માર્કેટયાર્ડના હોલસેલ માર્કેટમાં આ ડુંગળીના રૂ.15 થી 23ના ભાવ પડી રહ્યા છે. શહેરના હોલસેલ માર્કેટથી છૂટક માર્કેટ સુધી આવતાં ડુંગળીના ભાવ ડબલ થઇ જાય છે. જોકે, વેપારી સૂત્રોનું કહેવું છે કે, હોલસેલમાં શાકભાજી ખરીદી ઉપર વિક્રેતાનું કમિશન લાગે, વળી છૂટક વિક્રેતા કોથળો (બક્કલ) ડુંગળી ખરીદ કરે તેમાં કેટલોક બગાડ પણ નીકળતો હોય એટલે છૂટક બજારમાં ભાવ ચઢી જતાં હોય છે.

ટામેટામાં રૂ.10 વધ્યા, બટાકામાં રૂ.5 ઘટ્યા
મહેસાણામાં પ્રતિ કિલો ટામેટાના ભાવ રૂ. 30થી વધી રૂ.40, આદુ રૂ. 60 થી વધી રૂ. 80, ટીંડોળી રૂ.60 થી વધી રૂ. 80 ભાવ થયા છે. જ્યારે બટાકાના ભાવ રૂ.20 થી ગગડીને રૂ.15 થયા છે. છૂટક શાકભાજી વિક્રેતા મહેશ પટ્ટણીએ કહ્યું કે, શિયાળામાં ટામેટા, આદુ, ટીંડોળીની વધુ આવક હતી. હાલ ચોમાસામાં આવક ઘટી હોઇ ભાવ વધી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...