નુક્સાન:બહુચરાજી પંથકમાં સતત વરસાદથી અડદ, કપાસને નુક્સાન

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ચાણસ્મા અને બહુચરાજી પંથકમાં ચાલુ ચોમાસુ સિઝનમાં ચોમાસાનો પ્રથમ વરસાદ વહેલો થયા બાદ એક માસ સુધી બીજો વરસાદ વરસ્યો જ નહીં. પરિણામે ખેડૂતોએ ઊભો પાક બચાવવા પિયત કરવાની ફરજ પડી હતી. દરમિયાન, પૂર્વા નક્ષત્રમાં છેલ્લા બે સપ્તાહથી સતત વરસાદ પડી રહ્યો છે.

અડદ, કઠોળ, તલ, બાજરી, બીટી કપાસ, એરંડા સહિતના પાકને નુકસાન થવા લાગ્યું છે, પરિણામે ખેડૂતે ફરી એકવા પછેડી ઓઢીને રોવાનો વારો આવશે તેવી સ્થિતિ સર્જાઇ છે. મીઠીઘારીયાલના ખેડૂત ભરતભાઇ પટેલે જણાવ્યું કે, એરંડાના પાકમાં ઇયળ પડતાં અને પૂર્વા નક્ષત્રના પાણીથી બીટી કપાસ સુકાઈ ગયો છે. શંખલપુરના ખેડૂત પૂંજાભાઇ પટેલે કહ્યું કે, સતત વરસાદથી અડદના પાકને વ્યાપક નુકસાન થયું છે.

અન્ય સમાચારો પણ છે...