વીજળી કાળ બનીને ત્રાટકી:મહેસાણામાં ધોધમાર વરસાદ, વડનગરમાં વીજળી પડતા બે ગાયના મોત

મહેસાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસ દરમિયાન ભારે ઉકળતા ના કારણે લોકો ત્રાહિમમ પોકારી ઉઠ્યા ઉતા. ત્યારબાદ શનિવારે દિવસ દરમિયાન ઉકળતા મારતી ગરમી વચ્ચે ક્યાંકને ક્યાંક બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવતા વાદળ છાયું વાતાવરણ થતા લોકોએ રાહતના શ્વાસ લીધા હતા. ત્યારે આજે મોડી સાંજે મહેસાણા જિલ્લામાં કેટલાક તાલુકાઓમાં મેઘરાજાનું આગમન થતા લોકોને ગરમીથી રાહત મળી હતી. વડનગર તાલુકામાં સાંજ દરમિયાન એકાએક વાતવાતમાં પલટો આવતા ઠંડક પ્રસરી હતી. તેમજ ગાજવીજ સાથે વરસાદ પણ વર્ષયો હતો. ત્યારે વરસાદી માહોલમાં વડનગરના અમરથોળ વિસ્તારમાં એકાએક વીજળી પડતા બે ગાયોના મોત નિપજ્યા હતા. એક જ પશુ પાલકની બે ગાયના મોતથી પરિવાર દુઃખી બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...