તાપમાન ઘટવાનું યથાવત:ઉત્તર ગુજરાતમાં 48 કલાકમાં ગરમીનો પારો 3 ડિગ્રી ઘટવાની આગાહી

મહેસાણા, પાટણ, પાલનપુર, હિંમતનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મહેસાણામાં ગરમીનો પારો અડધો ડિગ્રી ઘટી 39.7 નોંધાયો
  • તાપમાન સવા ડિગ્રી ઘટ્યું છતાં ઉકળાટે અકળાવ્યા

સતત બીજા દિવસે પણ ઉત્તર ગુજરાતમાં દિવસનું તાપમાન ઘટવાનું યથાવત રહ્યું હતું. મંગળવારે પારો વધુ સવા ડિગ્રી સુધી નીચે આવ્યો હતો. દક્ષિણ-પશ્ચિમ દિશાના ભેજવાળા પવનના કારણે તાપમાન ઘટવા છતાં અસહ્ય ઉકળાટનો અનુભવ યથાવત રહ્યો હતો. એમાં પણ પ્રતિ કલાકે સરેરાશ 10 થી 12 કિલોમીટરની ઝડપે દિવસભર ફૂંકાયેલા પવનના કારણે દેહ દઝાડતી ગરમીનો અનુભવ થયો હતો.

મહેસાણામાં ગરમીનો પારો અડધો ડિગ્રી ઘટીને 39.7 ડિગ્રી નોંધાયો હતો. પરંતુ અસહ્ય ઉકળાટના કારણે મહેસાણાવાસીઓ આકુળ વ્યાકુળ જોવા મળ્યા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 48 કલાકમાં હજુ ગરમી 2 થી 3 ડિગ્રી સુધી ઘટી શકે છે. મુખ્ય 5 શહેરોમાં દિવસનું તાપમાન 40 ડિગ્રીથી નીચે આવતાં ગરમીથી આંશિક રાહત મળશે. પરંતુ ભેજવાળા વાતાવરણના કારણે ઉકળાટનો કહેર યથાવત રહી શકે છે.

5 શહેરોનું તાપમાન

મહેસાણા39.7 (-0.5) ડિગ્રી
પાટણ40.0 (-1.3) ડિગ્રી
ડીસા40.2 (-1.2) ડિગ્રી
ઇડર40.8 (-0.7) ડિગ્રી
મોડાસા40.1 (-1.2) ડિગ્રી
અન્ય સમાચારો પણ છે...