વાતાવરણ:ઉત્તર ગુજરાતમાં વરસાદ સમેટાતાં ગરમી અને ઉકળાટ 48 કલાક સુધી રહેશે

મહેસાણા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 24 કલાકમાં માત્ર 8 તાલુકામાં અડધા ઇંચ વરસાદ

ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ માત્ર 8 તાલુકા પુરતો સિમીત રહ્યો હતો. ઉઘાડ નિકળતાં દિવસભર ગરમી અને ઉકળાટનો કહેર વર્તાયો હતો. વાતાવરણની આ સ્થિતિ આગામી 48 કલાક સુધી રહેશે.બુધવાર સાંજે 6 થી ગુરૂવાર સાંજે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં સૌથી વધુ 14 મીમી વરસાખ ધનસુરા પંથકમાં નોંધાયો હતો. આ ઉપરાંત માલપુરમાં 10 મીમી, અમીરગઢમાં 8 મીમી, દાંતામાં 7 મીમી, ધાનેરામાં 5 મીમી, વિજયનગરમાં 4 મીમી તેમજ પોશીના અને કડીમાં 2-2 મીમી વરસાદ નોંધાયો હતો.

વરસાદ સમેટાતાં ઉત્તર ગુજરાતમાં ગરમીનું પ્રમાણ સવા 1 ડિગ્રી સુધી ઉચકાતાં તાપમાન 32 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. તાપમાન ઉચકાવાની સાથે હવામાં વધુ પડતાં ભેજના કારણે દિવસભર અસહ્ય ઉકળાટ અનુભવાયો હતો.હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 48 કલાક એટલે કે, 30 જુલાઇ સુધી ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા ના બરાબર રહેશે. જેના કારણે સામાન્ય ગરમી સાથે અસહ્ય ઉકળાટનો સામનો કરવો પડશે. ત્યાર બાદ 31 જુલાઇથી ફરી વરસાદી વાદળો ઘેરાઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...