સમયસર પગાર સહિતની માગણી:છેલ્લા ત્રણ વર્ષનું એરિયર્સ, ટીએ બિલ અને એલટીસી ન ચૂકવાતાં આરોગ્ય કર્મીઓ ખફા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પડતર માંગણીઓ નહિ સંતોષાય તો ઉગ્ર આંદોલનની કર્મચારીઓએ રણનીતિ ઘડી

જિલ્લામાં કોરોનાના કપરા સમય દરમ્યાન સતત કામગીરીમાં વ્યસ્ત રહેવા છતાં છેલ્લા ત્રણ વર્ષથી એલટીસી, ટીએ બીલ, એરિયર્સ નચૂકવાતા લાલઘૂમ આરોગ્ય વિભાગના કર્મચારીઓએ રવિવારે મહેસાણા બિલાડી બાગમાં બેઠક યોજી હવે તા 1 થી 5 સુધીમાં સમયસર પગાર સહિતની માંગણીઓનો ઉકેલ નહી આવે તો ઉગ્ર આંદોલનનો હુંકાર કર્યો હતો.

જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગની વિવિધ કેડરમાં ફરજ બજાવતા કર્મચારીઓ રવિવારે સવારે પડતર માંગણીઓને લઇને બિલાડી બાગમાં એકઠા થયા હતા અને માંગણીઓ અંગે પરામર્શ કરીને લડત આપવા રણનીતી તૈયાર કરી હતી. કર્મચારીઓએ કહ્યુ કે, છેલ્લા દોઢ વર્ષથી તમામ કર્મચારીઓ કોરોના મહામારીમા઼ અથાગ કામ કરવા છતાં સમયસર પગાર થતો નથી, ક્યારેક મહિનાની 15 તારીખ પછી પગાર થાય છે. છેલ્લા ત્રણ વર્ષથી એરિયર્સ સહિતના ભથ્થા ચૂકવાયા નથી. ગ્રાન્ટ ફાળવાઇ હોવા છતાં કોરોના વેક્સિનેશન અંગેનું બજેટ લાઇન મુજબ ઇન્સેન્ટીવ ચૂકવવામાં આવ્યુ નથી. દર મહિને તા 1 થી 5 સુધીમાં અન્ય વિભાગની સાથે આરોગ્ય કર્મચારીઓનો પણ પગાર થાય તેવી માંગણી કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...