તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકાર તંત્ર:વિજાપુરના મહાબીબી ફળીના 89 ઘરોના પરિવાર ઉપર આરોગ્યને લઈને ખતરો, ખુલ્લી ગટરોને લઇ રોગચાળો ફેલાવાની ભીતિ

મહેસાણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
તંત્રની ઘોર બેદરકારી - Divya Bhaskar
તંત્રની ઘોર બેદરકારી
  • પાલિકાના અધિકારીઓને અનેક રજૂઆતો કરાઇ પણ પરિણામ શૂન્ય
  • આરોગ્યની ટીમે 22 ઘરોની તપાસ કરી રોગચાળો ફેલાય તેવી શક્યતાઓ વ્યકત કરી

મહેસાણા જિલ્લાના વિજાપુરના મહાબીબીની ફળીમાં ખુલ્લી ગટરોને લઇને રોગચાળો ફેલાવાની શંકા અર્બન હેલ્થ કચેરીના તપાસનીશ અધિકારીએ વ્યક્ત કરી છે. મહાબીબીની ફળીમાં ગંદુ પાણી, ખુલ્લી ગટરો અને ચારેબાજુની ગંધકીને લઇને સ્થાનિકો પણ તોબા પોકારી ઉઠ્યાં છે. અનેક રજૂઆતો કરવા છતાં પાલિકાના અધિકારીઓની ઉંઘ ઉડતી નથી. ત્યારે હવે તો ખુદ અર્બન હેલ્થ કચેરીના તપાસનીશ અધિકારીએ જ રોગચાળો ફેલાવાની શંકા વ્યક્ત કરી છે.

વિજાપુર મહાબીબીની ફળીમાં ખુલ્લી ગટરોને કારણે ગંદકી યુક્ત પાણીના કારણે રહીશોમાં શારીરિક ઇમ્યુનિટી ઓછી થવાની શક્યતાઓ અર્બન હેલ્થ કચેરીના તપાસનીશ અધિકારીએ શંકા વ્યક્ત કરી હતી.

પાણી જન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશતની રજૂઆતો પાલિકા અધિકારી મંટીલ પટેલને અનેક વાર કરવામાં આવી છે છતાંય તેનું પરિણામ શૂન્ય છે. પાલિકા દ્વારા આ સમસ્યાનું સત્વરે નિકાલ લાવવામાં આવે નહી તો રોગચાળો ક્યારે ફાટી નીકળશે તે નક્કી નથી.

આ અંગે અર્બન હેલ્થ કચેરીના જણાવ્યા મુજબ, મહાબીબી ફળીમાં રેહતા 89 ઘરોમાંથી 22 ઘરોની તપાસ કરવામાં આવી હતી. જેમાં મોહલ્લાહના આગળ પાલીકા દ્વારા બનાવેલી ચેમ્બરમાંથી ગંદુ પાણી મોહલ્લાહમાં પાછુ જતું હોવાથી પાણી જન્ય રોગચાળો ફેલાય તેવી દહેશત ઉભી થવા પામી છે. જોકે, આ વિસ્તારમાં ક્લોરીનેશન ઓછો હોવાથી અહી સમયસર ક્લોરીનેશન કરવામાં આવે તેવી લેખીતમાં જાણ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે પાલિકાને જાણ કરવા છતાં પાલિકા દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા મોહલ્લાહના રહીશોમાં ભારે આક્રોશ ઉભો થવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...