મુલાકાત:વિજાપુરના કુકરવાડા ખાતે આરોગ્ય કેન્દ્રની આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મુલાકત કરી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્યની સેવાઓ છેવાડાંના માનવી સુધી પહોંચી: ઋષિકેશ પટેલ

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં આવેલા કુકરવાડામાં આવેલા આરોગ્ય કેન્દ્રની મુલાકત કરી હતી. નવીન ખાનગી હોસ્પિટલના ઉદ્ઘાટન અને સામુહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત બાદ તેઓએ સભા યોજી હતી. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં પ્રતિવર્ષ 5600 ડોક્ટરો અને 1900 ખાસ ડોક્ટરોની મેડીકલ બેઠકો ઉપલ્બધ છે. આગામી વર્ષમાં પાંચ નવી મેડીકલ કોલેજો શરૂ થનાર છે અને ત્રણ મેડીકલ કોલેજો મંજુરી અર્થે પ્રક્રિયામાં છે તેમ જણાવી 6400 બેઠકોની ઉપલબ્ધતાની સાથે શરીરના પ્રત્યેક અંગની સારવાર માટે નિષ્ણાતો રાજ્યમાં મળી રહેશે તેમ જણાવ્યું હતું.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આરોગ્યની સુખાકારી સેવાઓ છેવાડાના માનવીને મળી રહે તે માટે સરકારે પ્રતિબધ્ધતા વ્યક્ત કરી છે. દેશના પ્રધાનમંત્રી ની દિર્ધદષ્ટીને પગલે આપણે કોરોના સંક્રમણ અટકાવી શક્યા છીએ તેમ જણાવી નાગરિકોને સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવા અનુંરોધ કર્યો હતો.

આરોગ્ય મંત્રીએ ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું કે, આયુષ્યમાન ભારત કાર્ડ યોજના વિશ્વની અનોખી યોજના છે. ગરીબ અને જરૂરીયાતમંદ દર્દીઓને રૂ 5 લાખની મેડીકલ ઇમરજન્સી સેવાઓ માટે ઉપયોગી થાય છે. આરોગ્યની સુખાકારી સેવાઓ મળી રહે તે માટે સરકારે રૂ 75 કરોડના ખર્ચે સિવિલમાં અધતન કેન્સરની સારવાર માટેના સાધનો ઉપલબ્ધ કરાવ્યા છે.

કોરાના સંક્રમણને ખાળવા માટે રસીકરણની તાતી જરૂરીયાત છે. ગુજરાત રાજ્ય રસીકરણની દિશામાં અગ્રેસર રાજ્ય બન્યુ છે.તેમણે વધુમાં જણાવ્યું સમયમાં 2થી 18 વર્ષના બાળકો,કિશોરો માટે રસી ઉપલ્બધ થવાની છે.નાગરિકોએ રસીકરણ કરાવી કોરોનાથી સુરક્ષિત બને તેવી અપીલ કરી હતી.

આરોગ્યમંત્રી એ ઋષિકેશ પટેલે કુકરવાડા ખાતે ખાનગી હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે નાગરિકોને કીફાયતીદર, માનવી અભિગમ,સંવેદના સાથે પારિવારીક ભાવના સાથે દર્દીઓની સેવા થાય તેવો અનુંરોધ કર્યો હતો

અન્ય સમાચારો પણ છે...