મંત્રીએ પતંગ ચગાવ્યો:આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિસનગર ખાતે પોતાના નિવાસસ્થાને પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરી

મહેસાણા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંત્રીએ રાજ્યના તમામ નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે પ્રાર્થના કરી

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે મકર સંક્રાંતિ પર્વની ઉજવણી વિસનગર ખાતે પોતાના નિવાસસ્થાને પરિવાર સાથે કરી હતી. વહેલી સવારે સૂર્ય નારાયણની ઉપાસના કરીને આ પવિત્ર દિવસે મંત્રીએ રાજ્યના તમામ નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

આરોગ્ય મંત્રી દ્વારા પરિવારજનો સાથે પવિત્ર પર્વની ઉજવણી સહજતાપૂર્વક કરવામાં આવી હતી. ઉત્તરાયણની ઉજવણી દરમિયાન આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે માસ્ક પહેરી તથા કોરોનાની ગાઇડ લાઇનના પાલન સાથે પોતાના પરિવારજનો સાથે વિસનગર ખાતેના પોતાના નિવાસસ્થાને ઉમંગ અને ઉલ્લાસ સાથે પતંગ ચગાવવાની મોજ માણી હતી.

અન્ય સમાચારો પણ છે...