આયોજન:મહેસાણા જિલ્લામાં 18 એપ્રિલથી 22 એપ્રિલ દરમિયાન હેલ્થ મેળાનું આયોજન કરાશે

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેળાનો મુખ્ય હેતુ આરોગ્યના વિવિધ પ્રોગ્રામ અને યોજનાઓને જનજાગૃતિ આપવી

મહેસાણા જિલ્લામાં 18 એપ્રિલથી 22 એપ્રિલ દરમિયાન આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવશે. જેમાં 18 એપ્રિલના રોજ કોમ્યુનીટી હોલ, જી.આઇ.ડી.સી મહેસાણા મોઢેરા રોડ તેમજ ડો.એન.પી.પટેલ પોલીટેકનીક જોટાણા ખાતે યોજાનાર છે. 19 એપ્રિલ દરમિયાન કડી ચંપાબા હોલ,વડવાળા હનુંમાન મંદિર પાસે.એ.પી.એમ.સી પાછળ કડી ખાતે તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્ર બેચરાજી ખાતે યોજાનાર છે.

20 એપ્રિલના રોજ મા ઉમિયાયાત્રી ભવન દાસજ રોડ ઉંઝા ખાતે તેમજ પ્રાથમિક શાળા મલેકપુર વડ વડનગર ખાતે યોજાનાર છે. આ ઉપરાંત 21 એપ્રિલના રૉજ વિસનગર ખાતે જી.ડ઼ી હાઇસ્કુલ વિસનગર ખાતે તેમજ રોટરી હોલ વિજાપુર ખાતે આરોગ્ય મેળા યોજાનાર છે. 22 એપ્રિલના રોજ પ્રાથમિક શાળા સી.એચ.સીની બાજુમાં સતલાસણા ખાતે અને નગરપાલિકા હોલ ખેરાલું ખાતે કાર્યક્રમ યોજાશે.

મેળાનો મુખ્ય હેતુ આરોગ્યના વિવિધ પ્રોગ્રામ અને યોજનાઓને જનજાગૃતિ આપવી, આયુષ્યમાન ભારત પી.એમ.જે.વાય મા યોજના અંગેની કામગીરી,ચેપી-બિનચેપી રોગના અટકાયતી પગલાં અંગેની જનજગૃતિ,વિવિધ માસ મિડીયા મારફતે વેલનેસ બિહેવીયર અપનાવવા અંગેની જનજાગૃતિ,આરોગ્ય નિદાન સારવાર,ટેલી કન્લસ્ટેશનની સુવિધાઓ ઉબી કરવી તેમજ આરોગ્યલક્ષી કામગીરી કરવાની કરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...