નોકરીની માંગ:75 આવેદનપત્ર છતાં ભરતી ન થતાં 17 મીએ ગાંધીનગરમાં ડેરા નાખશે

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રંથપાલ બેરોજગાર મંચ દ્વારા નિર્ણય કરાયો
  • મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને આવેદન અપાશે

75 અાવેદનપત્ર છતાં ભરતી ન થતાં 17 મીએ ગાંધીનગરમાં ડેરા નાખવા નિર્ણય કરવામાં આવ્યો છે.આ મામલે રાજ્યના મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને અાવેદનપત્ર પાઠવશે.

રાજ્યભરની શૈક્ષણિક સંસ્થાઅોમાં છેલ્લા 23 વર્ષથી ગ્રંથપાલોની ભરતી કરાઇ નથી. ભરતી પ્રક્રિયા હાથ ધરવા રાજ્યના ગ્રંથપાલ બેરોજગાર મંચ દ્વારા છેલ્લા 10 વર્ષમાં 75 વખત સરકારને અાવેદનપત્ર પાઠવવામાં અાવ્યું છે. તેમ છતાં અાજદીન સુધી ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ નથી. જેને લઇ ગ્રંથપાલ બેરોજગાર મંચ દ્વારા અાગામી તા.17 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતે ધામા નાખવાનો નિર્ણય કરાયો છે. જેમાં રાજ્યના તમામ જિલ્લાઅોમાંથી અાવેલા ગ્રંથપાલો મહાત્મા મંદિર ખાતે અેકઠા થશે. અને નવા સચિવાલય સુધી બેનરો સાથે રેલી કાઢશે. તેમજ રેલીમાં જોડાયેલી મહિલા ગ્રંથપાલો દ્વારા ભરતી પ્રક્રિયા મામલે રાજ્યના મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને અાવેદનપત્ર પાઠવશે.

અન્ય સમાચારો પણ છે...