તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રેક્ટર ખરીદીમાં છેતરપિંડી:મિત્રના નામે ટ્રેક્ટર ખરીદ્યાનો વેચાણ લેખ કરી બારોબાર ગાંધીધામ વેચી માર્યું

મહેસાણા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સીબીલ સ્કોર ખરાબ આવતો હોવાનું કહી મિત્ર સાથે છેતરપિંડી

સતલાસણાના તાલેગઢ ગામના પ્રકાશજી અમથાજી ઠાકોરના મોબાઇલ પર ગત 22 ડિસેમ્બરે મિત્ર વિપુલસિંહ ચૌહાણે ફોન કરી પોતાને ટ્રેક્ટર ખરીદવાનું હોઇ વડગામ શો રૂમમાં આવી જવા કહ્યું હતું. જેને પગલે શો રૂમ પર પહોંચેલા પ્રકાશજીને વિપુલજીએ ટ્રેક્ટરમાં લોન કરવાની છે પરંતુ રામજીભાઇનો સીબીલ સ્કોર ખરાબ આવતો હોઇ તારા નામથી વેચાણ ખત કરી દઇએ તેમ કહેતાં તેણે વિશ્વાસમાં આવીને હા કહી હતી.

ટ્રેક્ટરની મૂળ કિંમત રૂ. 6.45 લાખ સામે વિપુલસિંહે રૂ.50 હજાર ડાઉન પેમેન્ટ ભર્યુ હતું, પરંતુ વેચાણખત પોતાના નામે થયેલો હોઇ પ્રકાશજીએ ટ્રેક્ટર પોતાના ઘરે મુકવાનું કહેવા છતાં વિપુલજીએ તેને બારોબાર કન્સ્ટ્રકશન સાઇડ પર ભાડેથી મૂકી દીધું હોવાનું કહી વાત ઉડાવી દીધી હતી. જોકે, કેટલાક સમય બાદ ટ્રેક્ટરના શો રૂમના માલિકે વડગામ પોલીસ સ્ટેશનમાં અરજી આપતાં પ્રકાશજીને વિપુલસિંહે ટ્રેક્ટર તેના મિત્ર વનરાજસિંહને આપ્યાની જાણ થતાં ડુંગરાસણ ગામે તે વનરાજસિંહ પાસે પહોંચ્યા હતા,વનરાજસિંહે આ ટ્રેક્ટર બારોબાર ગાંધીધામ વેચી માર્યાનું કહી તારાથી થાય તે કરી લે તેમ કહીને ધમકી આપી હતી. છેતરાયેલા પ્રકાશજી ઠાકોરે સતલાસણા પોલીસ સ્ટેશનમાં વિપુલસિંહ ધુળસિંહ અને વનરાજસિંહ બંને (રહે. ડુંગરાસણ, તા.થરા, જિ.બનાસકાંઠા) સામે ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો