તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:મહેસાણા સિવિલમાંથી ગાડી ચોરનાર હારિજનો યુવક 15 મિનિટમાં ઝબ્બે

મહેસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા સિવિલમાં ભાણાની ખબર પૂછવા આવેલા સતલાસણાના વેપારીની ગાડી લઇને ભાગેલો ચોર 15 મિનિટમાં જ પકડાઇ ગયો હતો. સતલાસણાના વાવની મેમણ સોસાયટીમાં રહેતા બાકરઅલી હૈદર અલી સૈયદ શુક્રવારે ભાણાનું મહેસાણા સિવિલમાં ઓપરેશન કરાવેલું હોઇ ખબર કાઢવા આવ્યા હતા.

પાર્કિંગમાં ગાડી મૂકી સિવિલમાં ગયા બાદ ગાડીની સાયરન વાગતાં તેઓ પાર્કિંગવાળી જગ્યાએ દોડી આવતાં ગાડી ન હતી. રિક્ષાવાળાએ ગાડી ગોપીનાળા તરફ ગઇ હોવાનું કહેતાં શોધખોળ હાથ ધરી હતી. જેમાં ગંજ બજારના નાકેથી ગાડી સાથે હારિજના બોરતવાડા ગામના પિયુષ ભગવાનભાઇ ચૌધરીને પકડી શહેર પોલીસને સોંપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો