આજથી સંવત 2078:દીપોત્સવના ઉમંગ સાથે આજે નવા વર્ષનાં વધામણાં

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા જિલ્લામાં ઘરે-ઘરે દીવડાં પ્રગટાવી લોકોએ હર્ષોલ્લાસ સાથે દિવાળી ઊજવી
  • ​​​​​​​​​​​​​​ઊંઝા, બહુચરાજી, શંખલપુર, મોઢેરા, વડનગર, મરતોલી, લાડોલમાં દર્શન માટે ભીડ જામશે

મહેસાણા શહેર સહિત જિલ્લામાં વિક્રમ સંવત 2077ની વિદાય વેળાએ ગુરૂવારે દીપાવલી પર્વની હર્ષોલ્લાસ અને ધામધૂમથી ઊજવણી કરાઇ હતી. ઘરે ઘરે દીવડાં પ્રગટાવી ઝગમગતી રોશની કરી ઉજાસ પાથર્યો હતો. વેપારીઓએ શુભ મુહૂર્તમાં શારદાપૂજન, ચોપડા પૂજન કર્યું હતું.

શુક્રવારે વિક્રમ સંવત 2078 ના નવા વર્ષના વધામણા સાથે ઊંઝા, બહુચરાજી, શંખલપુર, મોઢેરા, વડનગર, મરતોલી, પાલોદર, લાડોલ, મોદીપુર, તારંગા સહિતનાં સ્થળોએ મંદિરોમાં દર્શન માટે ભક્તોની ભીડ જામશે. શહેરમાં દિવાળીના અવસરે માર્કેટયાર્ડ, જીઆઇડીસીમાં દિવસ દરમિયાન શુભ મુહૂર્તમાં વેપારીઓએ રોજમેળ, ચોપડા, નામાવલીનું પૂજન કરી માતા સરસ્વતી, લક્ષ્મી માતાની પૂજા કરી નવું વર્ષ મંગલમય બની રહે તેવી પ્રાર્થના કરી હતી. પેઢીઓ, દુકાને હારતોરા કરી ચોપડા પૂજન, કોમ્પ્યુટર, લેપટોપને ચાંલ્લા કરી પૂજન અર્ચન કર્યાં હતાં. હવે વેપારીઓ તા.9મી નવેમ્બરને મંગળવારે લાભપાંચમના દિવસે શુભ મુહૂર્તમાં દુકાનો ખોલશે.

અન્ય સમાચારો પણ છે...