સૂચના:અંધારું દૂર કરવા સર્વિસ રોડ સાઇડ કોમ્પલેક્ષો બહાર હેલોજન લગાવાશે

મહેસાણા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા મોઢેરા અંડરપાસ હાઇવે પર સ્ટ્રીલાઇટ વિના હાલ અંધારપટ છે
  • નગરપાલિકાની લાઇટની વ્યવસ્થા કરવા સ્ટ્રીટલાઇટ શાખાને સૂચના

મહેસાણાના મોઢેરા અંડરપાસની કામગીરી દરમિયાન વૈકલ્પિક સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કર્યા વગર જ ડિવાઇડરો વચ્ચેના થાંભલા ઉખાડી લેતાં ખારી નદીથી રાધનપુર ચોકડી સુધીના 4 કિલોમીટરના હાઇવેના પટ્ટામાં રાત્રે અંધારપટ છવાઇ જાય છે. રાત્રે અંધારાના કારણે લૂંટ, ચોરીની ભીતિ પણ રહે છે. સોમવારે પાલિકા ખાતે પ્રમુખ, ઉપપ્રમુખ, ચીફ ઓફિસરે હાઇવેના સર્વિસ રોડ ઉપર ક્યાં લાઇટની વ્યવસ્થા થઇ શકે તેમ છે તે અંગે પરામર્શ કરી સ્ટ્રીટલાઇટ ઇજનેરને ત્વરિત રાત્રે નિરીક્ષણ કરી જરૂર જણાય ત્યાં કોમ્પલેક્ષ સાઇડ સહયોગ મેળવી હેલોજન લગાવવા સૂચના આપી હતી.

મોઢેરા અંડરપાસની કામગીરીમાં આર એન્ડ બી વિભાગે ડીવાઇડરમાંથી થાંભલા દૂર કરવાના હોઇ સ્ટ્રીટ લાઇટની વૈકલ્પિક વ્યવસ્થા કરવા નગરપાલિકાને 4 મહિના પહેલાં માત્ર કાગળ કરી છુટકારો અનુભવી લીધો હતો. યુજીવીસીએલ હજુ હયાત પોલ સર્વિસ રોડ પહોળો થવાનો હોઇ શિફ્ટિંગ કરવાની મંથરગતિએ કામગીરીમાં છે. તો નગરપાલિકા યુજીવીસીએલ થાંભલા લગાવે પછી તેના પર સ્ટ્રીટ લાઇટ લગાવી શકાય તે વૈકલ્પિક વ્યવસ્થાની રાહમાં છે. યુજીવીસીએલ હંગામી મીટર સાથે આખા સર્વિસ રોડમાં વીજ લાઇન ક્યાં આપે તે મુંઝવણ છે તેમજ થાંભલા ખસેડવાની કામગીરી વધુ સમય ચાલે તેમ છે.

જોકે, નગરપાલિકાના સૂત્રોએ કહ્યું કે, હયાત મેઇન રોડમાં માર્ગ અને મકાન વિભાગની કામગીરી ચાલુ છે. સર્વિસ રોડ સાઇડ યુજીવીસીએલની વીજ લાઇન શિફ્ટિંગ કામગીરી પણ ચાલુમાં છે. આવામાં સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરવા સર્વિસ રોડ સાઇડના કોમ્પલેક્ષો, હોટલો વગેરેની બહારની સાઇડ હેલોજન લગાવવાનું ત્વરીત આયોજન સ્ટીટ લાઇટ શાખાને સૂચવાયું છે.

અન્ય સમાચારો પણ છે...