વરસાદની આગાહી:ખેરાલુમાં અડધો ઇંચ, કડી અને વિજાપુરમાં ઝાપટાં પડ્યાં

મહેસાણા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુરના ધાણધાર પંથકમાં ત્રણ કલાકમાં બે ઇંચ વરસાદ
  • આજે છુટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી

મહેસાણા જિલ્લામાં 6 દિવસના વિરામ બાદ બુધવારે 2 તાલુકામાં નોંધણી લાયક વરસાદ વરસ્યો હતો. જેમાં મંગળવાર સાંજે થી બુધવાર સાંજે 6 વાગ્યા સુધીના 24 કલાક ખેરાલુમાં 15 મીમી અને વિજાપુરમાં 1 મીમી વરસાદ નોંધાયો હતો. વાદળછાયા વાતાવરણના કારણે ગરમીનું પ્રમાણ 1.6 ડિગ્રી ઘટતાં તાપમાન 31.4 ડિગ્રી નોંધાયું હતું.

જોકે, ઉકળાટનો કહેર યથાવત રહ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, ગુરુવારે જિલ્લાના છુટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે. બુધવારે સવારે પાલનપુરના ધાણધાર પંથકમાં ત્રણ કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેના પગલે ઉમરદશીનદીમાં બંને કાંઠે પાણી આવ્યા હતા. ખેડબ્રહ્મા પંથકમાં બપોરે અડધા કલાકમાં 20 મીમી વરસાદ પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...