આવક:હૈયાને ટાઢક,99.10% સાથે ધરોઇ ડેમ સર્વોચ્ચ સપાટીથી માત્ર 2.64 ઇંચ દૂર

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ડેમની સપાટી 621.78 ફૂટે પહોંચી ગઈ
  • ઉપરવાસમાંથી પાણીની આવક વધશે તો ડેમના દરવાજા ફરી એક વાર ખોલવાની શકયતા

ધરોઇ ડેમમાં પાણીની આવક મર્યાદિત થતાં છેલ્લા 3 દિવસથી સાબર મતી નદીમાં પાણી છોડવાનું બંધ કરાયું હતું. જેને લઈ ગુરુવારે 99.10% સાથે ડેમ સપાટી 621.78 ફૂટે પહોંચી હતી. જો કે, લેવલ જાળવી રાખવા ત્રણ દિવસ બાદ 1500 ક્યુસેક પાણી 5 કલાક માટે સાબરમતી નદીમાં છોડાયું હતું.

ડેમની ગુરુવાર સાંજે 6 વાગ્યાની સ્થિતિએ 99.10% સાથે ડેમની સપાટી 621.78 ફૂટ નોંધાઇ હતી. આ દરમિયાન બંને કેનાલમાં 800 ક્યુસેક પાણી છોડવાનું ચાલુ રખાયું હતું. જો કે, ડેમમાં પાણીની આવક 2855 ક્યુસેકથી ઘટીને 1855 ક્યુસેક થતા સાબરમતી નદીમાં પાણી છોડવાનું બંધ કરાયું હતું. ડેમની 622 ફૂટની સર્વોચ્ચ સપાટીએ પહોંચવા માત્ર 2.64 ઇંચની જરૂર છે.

જોકે ડેમમાં સતત 2855 ક્યુસેક પાણીની આવકના કારણે જળસ્તર જાળવી રાખવા 5 કલાક માટે 1500 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડાયુ હતું. બીજીબાજુ ડેમને ટૂંક સમયમાં સંપૂર્ણ રીતે ભરવામાં આવશે. જો આ દરમિયાન ઉપરવાસમાંથી પાણીની આવક વધશે તો ડેમના દરવાજા ફરી એક વાર ખુલવાની શકયતા છે.

અન્ય સમાચારો પણ છે...