મોત:હાડવીની યુવતીનું અગમ્ય કારણોસર સળગવાથી મોત

મહેસાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા તાલુકાના હાડવી ગામની સીમમાં ખેતરમાં આવેલા ઘરમાં 20 વર્ષિય યુવતી અગમ્ય કારણોસર સળગી જતાં મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. પ્રાથમિક સારવાર કરીને અમદાવાદ સિવિલમાં ખસેડતી વખતે એમ્બ્યુલન્સમાં યુવતીનું મોત થયુ હતુ.

મંગળવારે સવારે 10 વાગ્યા બાદ હાડવી ગામની સીમમાં સંગીતાબેન ગાંડાભાઈ બજાણીયા(20) સળગ્યા હતા. અગમ્ય કારણોસર સળગી જતાં 108 દ્વારા તાત્કાલિક મહેસાણા સિવિલમાં ખસેડાઈ હતી. જ્યાં ફરજ પરના સ્ટાફે પ્રાથમિક સારવાર કરી હતી. જો કે, સંગીતાબેનને વધારે ઈજાઓ હોવાથી અમદાવાદ સિવિલમાં રીફર કરાયા હતા. અમદાવાદ લઈ જતી વખતે તેઓનું ખારી નદીના બ્રિજ પાસે મરણ થતાં સિવિલમાં પરત લવાયા હતા.મૃતકનું પીએમ કરાવવાની તજવીજ કરીને પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી હતી. સંગીતાબેન ક્યાં કારણોસર સળગી ગયા હતા તે અંગે રહસ્ય જ રહ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...