પરેશાની:મહેસાણા પાલિકા પ્રમુખના ચેહરનગર વિસ્તારમાં ચાર માસથી ઉભરાતી ગટર

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દુર્ગંધ મારતા પાણીનું તળાવ ભરાયું, પીવાનું પાણી પણ ગંદુ આવે છે

મહેસાણા પોલીસ હેડ ક્વાટરની પાછળ ચેહર નગરમાં છેલ્લા 4 મહિનાથી ઉભરાતી ગટરનું પાણી વરસાદી પાણી સાથે રહીશોના ઘરમાં ઘૂસતું હોવાની સાથે એક મહિનાથી પીવાનું પાણી પણ દુર્ગંધયુક્ત આવતું હોઇ વિફરેલી મહિલાઓએ પાલિકામાં રજૂઆત કરી હતી.જેથી પાલિકાના કર્મચારીઓ જોઇને ચાલ્યા જતાં રોષ પ્રસર્યો છે.

નગરપાલિકા પ્રમુખના વિસ્તારમાં આવતી ચેહરનગરના રહીશોની ફરિયાદ છે કે,અહીં 4 મહિનાથી ગંદા પાણીની લાઇન તૂટતાં ઉભરાતું હોઇ રહેવું મુશ્કેલ બની ગયું છે. તેમજ પાણી અને ગટરની લાઇન એક થતાં પીવાનું પાણી દુર્ગંધ મારતું ગંદુ આવતું હોઇ આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે.

મહિલાઓએ શુક્રવારે પાલિકામાં જઇ આ અંગે કરેલી રજૂઆતને પગલે ગટર વિભાગના વ્યક્તિઓએ જેટીંગ મશીનથી પાણી ખેંચ્યું પરંતુ બીજા દિવસે સવારથી જૈસે થે જેવી પરિસ્થિતિ સર્જાઇ છે. જ્યારે પાલિકાના કહેવા મુજબ, જેટીંગથી ગંદુ પાણી ખેંચીને તૂટેલી પાઇપ લાઇનનું સમારકામ કરવાની કામગીરી હાથ ધરાઇ છે, સમસ્યાનો નિકાલ આવી જશે.

અન્ય સમાચારો પણ છે...