આયોજન:મહેસાણા-પાંચોટનાં 18 કેન્દ્રોમાં આજે 12 સાયન્સના 3846 છાત્રોની ગુજકેટ પરીક્ષા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સવારે ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર, બપોરે જીવવિજ્ઞાન બાદ ગણિતનું પેપર
  • ગણિતના એ ગૃપમાં 1220 અને જીવ વિજ્ઞાનના બી ગૃપમાં 2627 વિદ્યાર્થી

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા બાદ સોમવારે ગુજકેટની પરીક્ષા લેવાશે. મહેસાણા જિલ્લામાં એ અને બી ગૃપના કુલ 3846 વિદ્યાર્થી છે, જેમાં ગુજરાતી માધ્યમના 3285, અંગ્રેજી માધ્યમના 560 અને હિન્દી માધ્યમમાં 1 વિદ્યાર્થી છે. તેમના માટે મહેસાણા, પાંચોટમાં 18 કેન્દ્રોના 195 બ્લોકમાં બેઠકવ્યવસ્થા કરી છે.

જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સૂત્રો મુજબ, સોમવારે સવારે 10 થી 12માં પ્રથમ પેપર ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રનું રહેશે, જે ગૃપ એ અને બી બંને વિદ્યાર્થીઓ માટે કોમન રહેશે. જ્યારે બપોરે 1 થી 2માં જીવવિજ્ઞાનનું પેપર ગૃપ બીના વિદ્યાર્થીઓ આપશે. ત્યાર પછી બપોરે 3 થી 4માં ગણિતનું પેપર હશે, જે ગ્રૃપ એના વિદ્યાર્થીઓ આપશે. પરીક્ષામાં તમામ કેન્દ્રોમાં વર્ગ 1 કે 2 કક્ષાના અધિકારી ફરજમાં મૂકાયા છે. ઉલ્લેખનિય છે કે, ગુજકેટના પરિણામ આધારે મેરિટબેઝ ઉચ્ચ અભ્યાસની કોલેજમાં પ્રવેશ અપાય છે.

અન્ય સમાચારો પણ છે...