પૂછપરછ:GST વિભાગ 6 બોગસહ પેઢીની જગ્યાના માલિકોનાં નિવેદન લેશે

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા-પાટણમાં વધુ બોગસ પેઢીઓ મળવાની શક્યતા
  • GST નંબરમાં જે નામના દસ્તાવેજ છે તેમની પૂછપરછ શરૂ

મહેસાણા- પાટણ જિલ્લામાં જીએસટી વિભાગની 45 પેઢીઓમાં તપાસ દરમિયાન 6 પેઢીઓ બોગસ હોવાનું અને બોગસ બિલિંગથી ખોટી વેરાશાખ મેળવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યા બાદ જીએસટી નંબર જે દસ્તાવેજ નામ આધારે રજૂ થયા છે એવા તમામના નિવેદનો લેવાનું શરૂ કરાયું છે. જેમાં ભાડાકરારથી જગ્યા દર્શાવી હોય તે મૂળ માલિકના પણ નિવેદન લેવાઇ રહ્યાનું સૂત્રોએ જણાવ્યું હતું.

જીએસટીમાં અન્યના દસ્તાવેજોથી રજીસ્ટ્રેશન નંબર મેળવી વાસ્તવમાં વેચાણ વેપાર વગર બોગસ બિલિંગ કરી ઇનપુટ ટેક્ષક્રેડીટનો ઉપયોગ થયાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. જેને લઇ ક્રેડીટ રિવર્સ લેવા માલ વગર જે નામે બિલિંગ થયા છે તેમના સંપર્ક પણ શરૂ કરવામાં આવ્યા છે. હાલમાં મહેસાણા રાજ્ય વેરા સંયુક્ત કમિશ્નર કચેરી હસ્તકના 29 અધિકારીઓ મારફતે તપાસ આગળ વધારવામાં આવી છે. બોગસ બિલિંગમાં વધુ પેઢીઓ સર્ચમાં બહાર આવે તેવી સંભાવના હજુ જોવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...