તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • GST Raids In Unjha Martyard In 40 Generations Simultaneously, More Than 35 Transports Of State GST Department After Diwali And Investigation In Business Firms

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દરોડા:ઊંઝા માર્કેટયાર્ડમાં એકસાથે 40 પેઢીમાં GSTના દરોડા, દિવાળી બાદ સ્ટેટ જીએસટી વિભાગની 35થી વધુ ટ્રાન્સપોર્ટ અને વેપારી પેઢીમાં તપાસથી હડકંપ, મોડી રાત સુધી ચાલી કાર્યવાહી

મહેસાણા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હજુ બે દિવસ તપાસ ચાલશે, મોટી કરચોરી બહાર આવવાની સંભાવના

સ્ટેટ જીએસટી વિભાગે શુક્રવારે ઊંઝા શહેરમાં ધામા નાખ્યા હતા. દિવાળી બાદ હાથ ધરેલા સૌથી મોટા ઓપરેશનમાં 35થી 40 ટ્રાન્સપોર્ટ કંપની અને વેપારી પેઢી પર પાડેલા દરોડાની તપાસ કાર્યવાહી મોડી રાત સુધી ચાલી હતી. બીજી બાજુ, દરોડાની વાત વાયુવેગે ઊંઝા શહેરમાં પ્રસરી જતાં વેપારીઓ દોડતા થયા હતા. જોકે કેટલી કરચોરી પકડાઇ એ બાબતે અધિકારીઓ હાલ કંઇ બોલવા તૈયાર નથી, તપાસ કાર્યવાહી હજુ બે દિવસ ચાલે એવી શક્યતા છે.

દરોડા પાડવા જીએસટીની ટીમો ખાનગી ગાડીઓમાં આવી હતી.
દરોડા પાડવા જીએસટીની ટીમો ખાનગી ગાડીઓમાં આવી હતી.

​​​​​સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, શુક્રવારે ઊંઝા શહેરમાં 35થી 40 ટ્રાન્સપોર્ટ કંપની અને વેપારી પેઢી પર જીએસટી વિભાગની જુદી જુદી ટીમોએ એકસાથે સર્ચ-ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં મોટા ભાગની ટ્રાન્સપોર્ટ કંપનીઓને ત્યાં રેડ થઇ હતી. એકસાથે હાથ ધરેલી આટલી મોટી સંખ્યામાં રેડને લઇ જીએસટી વિભાગે મોડી રાત સુધી ફાઇલો તપાસી હતી. જોકે કઇ પેઢી પાસેથી કેટલી કરચોરી પકડાઇ એ જાણી શકાયું ન હતું. બીજીબાજુ, જીએસટીના દરોડાની વાત ફેલાઇ જતાં વેપારી આલમમાં દોડધામ મચી ગઇ હતી. તંત્રએ કંઇ કહેવાનો ઇન્કાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો