ફરિયાદ:સતલાસણાના ખોડામલી ગામમાં ઠપકો આપવા મુદ્દે જૂથ અથડામણ

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઘર આગળ આંટા ફેરા મારવા બાબતે ઠપકો આપતા સામ-સામે મારામારીની ઘટનામાં મહિલા સહિત 6 વ્યક્તિઓ સામે ફરિયાદ

સતલાસણાના ખોડામલી ગામે બુધવારે અગાઉના ઝઘડાની અદાવત વચ્ચે ઘરની બહાર કેમ આંટા મારો છો તેમ કહીને ઠપકો આપતા બે પક્ષો સામસામે આવીને ઝગડી પડ્યા હતા.લાકડી,અને ધોકા વડે હુમલામા બેથી વધુને ઇજા થઇ હતી.આ અંગે સતલાસણા પોલીસ સ્ટેશનમા 6 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.

સતલાસણાના ખોડામલીગામે રહેતા કુંવરજી નાથાજી ઠાકોર બુધવારે તેમની રિક્ષા લઇને ઉભા હતા ત્યારે તેમના જ ગામના ધિરાજી કુંવરજી ઠાકોર અને તેમના પુત્રએ તેમની પાસે જઇ અમારા ઘર આગળ આંટા કેમ મારો છો તેમ કહેતા જ તેઓ વચ્ચે બોલાચાલી થઇ હતી.જેમા ધિરાજીએ પોતાના હાથમા રહેલ લાકડી મારતાં શિવાજીને કાંડાથી કોણી વચ્ચેના ભાગે ફેકચર થતા બુમાબુમ કરી હતી.જ્યારે ધિરાજીએ તેમને માથામા ગડદાપાટુ માર્યા હતા. જ્યારે બીજીબાજુ શિવાજીના પત્ની અને પરિવારજનોએ રમીલાબેન ધિરાજીના ખેતરે જઇ સગા શિવાજી સાથે થયેલા ઝઘડા બાબતે બોલાચાલી કરી પાવડા વડે હુમલો કર્યો હતો.

જ્યારે અન્યોએ ગડદા પાટુનો મારમાર્યો હતો.આ અંગે શિવાજી કુંવરજી ઠાકોરે સતલાસણા પોલીસ સ્ટેશનમાં બે વ્યક્તિઓ સામે જ્યારે રમીલાબેન ધીરાજી ઠાકોરે પોલીસમા 4 વ્યક્તિઓ મળીને કુલ 6 વ્યક્તિઓ સામે મારામારીનો ગુનો નોંધાવવામાં આવ્યોહતો.

અન્ય સમાચારો પણ છે...