તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:મહેસાણા શહેરમાં કરિયાણું, દૂધપાર્લર, સવારે 6 થી રાત્રે 8 સુધી ચાલુ રાખી શકાશે

મહેસાણા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગૃહવિભાગે 5 મે સુધી આવશ્યક સેવા જ ચાલુ રાખવા આદેશ કરતાં લૉકડાઉન 3 દિવસ લંબાશે
 • જાહેરનામા સિવાયના એકમો ચાલુ હશે તો સીલ કરાશે, સીઓ

મહેસાણા શહેરમાં સતત 11 દિવસના સ્વૈચ્છિક લોકડાઉનનો રવિવારે અંતિમ દિવસ છે. વેપારીઓએ સ્વયંભૂ વેપાર-ધંધા બંધ રાખી લોકડાઉનની ચુસ્ત અમલવારી કરી છે. દરમિયાન, રાજ્યના ગૃહવિભાગે 5 મે સુધી આવશ્યક સેવાઓ અને પ્રવૃત્તિઓ જ ચાલુ રાખવા આદેશ કર્યો છે. જેને લઇ સોમવારથી મહેસાણા શહેરમાં સવારે 6 થી રાત્રે 8 દરમિયાન કરિયાણાની દુકાનો, દૂધકેન્દ્રો વગેરે ખોલી શકાશે, હોટલ- રેસ્ટોરન્ટથી માત્ર પાર્સલ સુવિધા મળશે. જોકે, સોશિયલ ડિસ્ટન્સ અને ફરજિયાત માસ્કનો ચુસ્ત અમલ કરવાનો રહેશે. અન્યથા નગરપાલિકા દુકાન સીલ કરી શકે છે.

ચીફ ઓફિસર અલ્પેશ પટેલે કહ્યું કે, રાજ્યના ગૃહ વિભાગના જાહેરનામામાં મંજૂરીના એકમો સવારે 6 થી રાત્રે 8 સુધી ચાલુ રાખી શકાશે. આ સિવાયના એકમો ચાલુ જોવા મળશે તો સીલ કરાશે. મંજૂરીના એકમોમાં પણ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કે માસ્ક નહીં પહેરેલું હોય તો સીલ કરવા સુધીની કાર્યવાહી કરાશે.

આ આવશ્યક સેવાઓ અને એકમો ચાલુ રહેશે
મેડિકલ, પેરામેડિકલ અને આરોગ્યલક્ષી સેવાઓ, ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ, દૂધની ડેરીઓ, શાકભાજી માર્કેટ, ફ્રૂટમાર્કેટ, કરિયાણું, બેકરી, ખાદ્યસામગ્રી, અનાજ તથા મસાલા દળવાની ઘંટી, ઘરગથ્થુ ટિફિન સર્વિસ, હોટલ-રેસ્ટોરન્ટમાંથી પાર્સલ સુવિધા, ઇન્ટરનેટ, મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર તેમજ આઇટી સંબંધિત સેવા, પેટ્રોલ, ડીઝલ અને ગેસના પંપ, ટ્રાન્સપોર્ટેશન, પોસ્ટ અને કુરિયર સર્વિસ, ખાનગી સિક્યુરિટી સેવા, પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવારને લગતી સેવાઓ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો