પ્રકૃતિ:મહેસાણામાં રાધનપુર બાયપાસ સાઇડે 200 ટ્રીગાર્ડ સાથે ગ્રીનવોલ ઊભી કરાશે

મહેસાણા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષે 500 રોપા વાવ્યા પછી આ વર્ષે 20-20 ફૂટના અંતરે વધુ 200 રોપા વાવ્યા

મહેસાણા શહેરમાં રાધનપુર ચોકડીથી પાંચોટ બાયપાસ સુધી ગત વર્ષે 20-20 ફૂટના અંતરે  500 રોપા વાવ્યા પછી આ વર્ષ ટ્રી ઇડીયટ્સ ગ્રુપ દ્વારા ચોમાસામાં 30-30 ફૂટના અંતરે વધુ 200 રોપા વાવ્યા છે. ગ્રુપના કિરણભાઇ, ઉદયભાઇ, પ્રતિષભાઇ,તુષારભાઇ, પીંકેશભાઇ દ્વારા રવિવારથી અહીંયા રોડની બંન્ને સાઇડ લીમડો, ગુલમહોર, સપ્તપદી અને કોનોકાર્પસનું વૃક્ષારોપણ કરાયુ હતું. આ ગ્રુપના યુવાનો માત્ર વૃક્ષારોપણ નહી અહિયાવર્ષો સુધી રોપાના જતન સાથે ઉછેર થઇ શકે તે માટે રોડ સાઇડ અંતરમાં ખાડો કરી ત્રણ-ત્રણ ફૂટની સિમેન્ટ સ્ટ્રક્ચરની પાઇપ નાંખીને વૃક્ષારોપણને કવર કર્યુ છે અને દરેક રોપા ઉપર ટ્રીગાર્ડ લગાવાયા છે.

રાધનપુર રોડ સોસાયટી ડેવલપમેન્ટ એસોના પ્રમુખ વિષ્ણુભાઇ પટેલ આ કાર્યમાં યુવા ટીમની સાથે કાર્યરત રહ્યા છે.કિરણભાઇ પટેલે કહ્યુ કે, બર્થ ડે કે તિથીએ વૃક્ષ ઉછેરમાં દત્તક લેવા ઇચ્છતા હોય એ ગૃપનો સંપર્ક કરી શકશે.દર અઠવાડિયે 8 ટેન્કર પાણી પાછળ મહિને રૂ.20હજાર ખર્ચ, પાઇપસ્ટ્રક્ચર દીઠ રૂ. 250 અને ટ્રીગાર્ડદીઠ રૂ. 250 ખર્ચ કરાઇ રહ્યો છે.એવરેજ એક છોડ પાછળ એક હજાર ખર્ચાઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...