હચમચાવી નાખતો બનાવ:મહેસાણામાં વાહન ચેકિંગ દરમિયાન GRDના જવાન પર ટ્રક ફરી વળતા મોત, સમગ્ર ઘટના CCTVમાં કેદ

મહેસાણા17 દિવસ પહેલા
  • ફરાર થઈ ગયેલા ડ્રાઈવરની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરાઈ
  • મહેસાણાના સુવિધા સર્કલ પર રાત્રિના એક વાગ્યે ઘટના બની

મહેસાણામા આવેલ સુવિધા સર્કલ નજીક ગત મોડીરાત્રે વાહન ચેકીંગ દરમિયાન એક બેફામ ટ્રક ચાલકે ફરજ બજાવતા GRD જવાનને ટક્કર મારી મોત નિપજાવી ફરાર થયો હતો. સમગ્ર ઘટના મામલે ટ્રક ડ્રાઇવરને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

મહેસાણામાં તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા GRD જવાન સોલંકી બાબુભાઇ અને ચૌધરી પરેશભાઈ ગતરાત્રે સુવિધા સર્કલ પાસે વાહન ચેકીંગમાં હતા એ દરમિયાન રાત્રે 1 વાગ્યાના અરસામાં પાલાવાસણા તરફથી RJ 14 GJ 6961 નંબરનો ટર્બો ટ્રકના ડ્રાઈવરે પોતાની ટ્રક બેફામ રીતે હંકારી ફરજ પર રહેલા GRD જવાન સોલંકી બાબુભાઇને અડફેટે લઇ ટક્કર મારી ફરાર થઈ ગયો હતો.

અકસ્માતમાં મૃતકનું ઘટના સ્થળેજ મોત નિપજ્યું હતું. સમગ્ર મામલે હાલમાં મહેસાણા તાલુકા પોલીસ મથકમાં અકસ્માત સર્જી ફરાર થયેલા ટ્રક ડ્રાઇવર સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ હાલમાં સીસીટીવીના મદદથી ટ્રકને ઝડપવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.

એક વર્ષ અગાઉ પણ અહીં એક ટ્રકચાલકે GRD જવાનને કચડ્યો હતો
એક વર્ષ અગાઉ પણ મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા એક GRD જવાનને સુવિધા સર્કલ નજીક ફરજ દરમિયાન બેફામ ટ્રકચાલકે જવાનને કચડી ફરાર થઈ ગયો હતો. જોકે ફરી એકવાર આજ ઘટના બનતા હાલમાં મહેસાણા જિલ્લા પોલીસ વડાના જણાવ્યા પ્રમાણે સર્કલ પર રેડિયમ વાળા બેરીકેટ લગાવવામાં આવશે તેવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...