તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષક સંઘ ફરી આંદોલનની તૈયારીમાં:ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોની નોકરી સળંગ ગણો નહીં તો પરીક્ષા પહેલાં આંદોલન

મહેસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વર્ષ 2019માં પરીક્ષા કામગીરી બહિષ્કારનું એલાન સમાધાન થી પરત ખેચ્યા પછી હજુ સુધી સરકારે પાલન ન કરતાં શિક્ષક સંઘ ફરી આંદોલનની તૈયારીમાં

ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતાં પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી સળંગ ગણવા તેમજ સાતમા પગારપંચના એરિયર્સના બે વર્ષના હપ્તા ચૂકવો નહિ તો પરીક્ષા પહેલા આંદોલન કરાશે તેવી શિક્ષણમંત્રીને ચિમકી શિક્ષક સંઘે ઉચ્ચારી છે.

સરકારે સળંગ નોકરી ગણવા સમાધાન કરતાં બહિષ્કાર આદેશ પાછો શિક્ષકોએ ખેચી પરીક્ષા કામગીરી કરી હતી.છતાં આજ સુધી પરિપત્ર ન કરતા દુખદ અને અન્યાયી વલણ બન્યુ છે. જ્યારે સાતમાં પગારપંચના એરિયર્સના હપ્તા છેલ્લા બે વર્ષથી ચૂકવાયા નથી કર્મચારીઓને ત્રણ હપ્તા ચૂકવાઇ ગયા જ્યારે અનુદાનિત શાળાઓના શિક્ષકોને માત્ર એક જ હપ્તો ચૂકવાયો છે.ે

આગામી મે માં લેવાનાર પરીક્ષા પહેલા બંન્ને પરિપત્ર નહી થાય તો ના છૂટકે પરીક્ષા પહેલા આંદોલનની ફરજ પડશે તેવી રજુઆત મુખ્યમંત્રી, ના. મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને કરાઇ છે.જિલ્લા શિક્ષક સંઘના મહામંત્રી સુધીરભાઇ પટેલે કહ્યુ કે,જિલ્લામાં ગ્રાન્ટેડ શાળાઓના ત્રણ હજાર શિક્ષકો છે. સળંગ નોકરી અને એરિયર્સ ન મળતાં રજુઆત કરાઇ છે.

પરિપત્ર નહિ તો પેપર ચેકિંગ બહિષ્કાર કરાશેઁ
ગુજરાત રાજ્ય મા.ઉ.મા શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઇ ચૌધરીએ કહ્યુ કે, રાજ્યમાં અનુદાનિત શાળાઓમાં 70હજાર શિક્ષકો ફરજ બજાવે છે. સાતમા પગાર પંચનું એરિયર્સ હપ્તામાં ચૂકવવાનું સરકારે જાહેર કરેલુ છે.જેમાં સરકારી કર્મચારીઓને અત્યારસુધીના ત્રણ વર્ષમાં ત્રણ હપ્તા ચૂકવાયા છે,જ્યારે અનુદાનિત શાળાઓના શિક્ષકોને માત્ર એક જ હપ્તો ચૂકવાયો છે. આ બંન્ને માંગણીઓ પૂર્ણ કરવામાં નહિ આવે તો આગામી બોર્ડ પરીક્ષા પહેલા પેપર ચેકિંગની કામગીરીનો બહિષ્કાર કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો